Book Title: Jyare Tyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 27
________________ ધર્મ શું છે એની મને ખબર છે છતાં ધર્મ હું કરતો નથી (કરવા માગતો પણ નથી). પાપ શું છે એની મને ખબર છે છતાં પાપ હું છોડતો નથી (છોડવા માગતો પણ નથી) આ કથન તો દુષ્ટ એવા દુર્યોધનનું છે આવું બોલનાર માણસ ખુદ પણ પોતાની સમ્યક્ સમજના અનુસારે ધર્મસેવન માટે અને પાપત્યાગ માટે પ્રવૃત્ત થતો નથી અને એ વખતે એને કોઈ 'દુર્યોધન' કહી દેતા જ્યારે આવેશમાં આવી જતો જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. ૭૯ ડબ્બામાં મીઠાઈઓ હજી પડી છે અને છતાં માણસ મીઠાઈ ખાતા ખાતા ક્યાંક તો અટકી જ જાય છે. ડબ્બામાં સાકર હાજર છે છતાં માણસ દૂધમાં સાકર નાખતાં નાખતાં ક્યાંક તો અટકે જ છે. ગાડીમાં પેટ્રોલ ભરેલું જ છે છતાં માણસ ગાડીને ક્યાંક તો રોકી જ દે છે પણ પાંચ-સાત પેઢી સુધી ચાલી જાય એટલી જ સંપત્તિ હાજર હોવા છતાં સંપત્તિ ક્ષેત્રે માણસ ક્યાંય અટકવા તૈયાર નથી એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. વાંદરાને માણસ પાછળ ભાગતો જોવામાં આવે છે પણ માણસ વાંદરા પાછળ ભાગતો હોય એવું જોવામાં નથી આવતું. કૂતરો માણસને કરડવા દોડ્યો હોય એવું તો જોયું છે પણ માણસ કૂતરાને કરડવા દોડ્યો હોય એવું તો આજ સુધીમાં કયારેય જોયું નથી પરંતુ આજના કાળે પાન-ગુટખા-દારૂ-જુગાર-સિગરેટ વગેરે વ્યસનો પાછળ ભાગી રહેલ માણસ જ્યારે જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. ૮૧

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34