Book Title: Jyare Tyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 33
________________ મીઠાશ અનુભવવા માણસ સાકરના શરણે જવા તૈયાર છે. સંબંધો ટકાવવા માણસ વ્યવહાર સાચવવા તૈયાર છે. પાણી મેળવવા માણસ કોરી નદી પાસે જવા પણ તૈયાર છે. સામગ્રી ખરીદવા માણસ પોતાનું મહત્ત્વ સ્વીકારવા તૈયાર છે. સુધાને શમાવવા માણસ ભોજનના ચરણે બેસવા તૈયાર છે પણ હૃદયને શુભ ભાવોથી સભર રાખવા શુભ ક્રિયાઓને શરણે જવાની અનંતજ્ઞાનીઓની સલાહને માણસ જ્યારે અવગણી બેસે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. X 6-2 હાથમા લાકડું સળગતું પકડેલું છે અને માણસ ઊભો છે વડલાના વૃક્ષ નીચે, ઠંડક શેં અનુભવાય ? ફરવા માણસ માથેરાન જઈ ચડ્યો છે પણ સાથે ત્રણ ત્રણ મોબાઈલ ફોન લઈને ગયો છે, શાંતિ શે * અનુભવાય ? પેટમાં માણસ સાલમપાક પધરાવી રહ્યો છે પણ પેટ બગડેલું છે. સ્ફૂર્તિનો અનુભવ શું થાય ? પણ હૈયામાં સંકલેશ લઈને પ્રભુનાં દર્શન કરી રહેલ માણસ પ્રસન્નતા ન અનુભવવા બદલ જ્યારે પ્રભુ *મૂર્તિ' ને તાકાતહીન માનવા લાગે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. ૯૮ આગ ગરમ લાગે છે અને માણસ એનાથી દૂર ધઈ જાય છે, કારેલાં કડવા લાગે છે અને માણસ એનાથી દૂર હટી જાય છે. ગટર પાસે દુર્ગંધનો અનુભવ થાય છે અને માણસ ત્યાંથી દૂર થઈ જાય છે. સાગરનું પાણી ખારું લાગે છે અને માણસ એનાથી દૂર થઈ જાય છે પણ ક્રોધ ગરમ લાગવા છતાં, કડવો લાગવા છતાં, દુર્ગંધમય અને ખારો લાગવા છતાં માણસ એને ગળે વળગાડીને જ્યારે સર્વત્ર ફર્યા કરે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. ૯૯

Loading...

Page Navigation
1 ... 31 32 33 34