Book Title: Jyare Tyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 19
________________ પચાસ પચાસ કાંટાઓ વચ્ચે રહેલા પુષ્પના સૌંદર્યની પ્રશંસા કરતા માણસ થાકતો નથી. ઉકરડા વચ્ચે પડેલ સોની નોટ ઉઠાવી લેતા માણસને કોઈ ઉચાટ થતો નથી. સો સડી ગયેલ કેરીઓ વચ્ચે રહેલ એક સરસ કરીને ખાવામાં માણસને કોઈ તકલીફ નથી; પરંતુ સંખ્યાબંધ ગુણો સંઘરીને બેઠેલ વ્યક્તિમાં એકાદ દોષ પણ જોવા મળતાં માણસ જ્યારે એ વ્યક્તિ પર તૂટી પડે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. પપ બગીચામાં હસતાં હસતાં દાખલ થતો માણસ, બગીચામાંથી હસતાં હસતાં બહાર નીકળી શકે છે, થિયેટરમાં દાખલ થતી વખતે પ્રસન્ન દેખાતો માણસ, બહાર નીકળતી વખતે ય પ્રસન્નતા અનુભવી શકે છે, હૉટલમાં ખુશ થઈને દાખલ થતો માણસ ખુશ થઈને હૉટલમાંથી બહાર નીકળી શકે છે; પરંતુ ઘરમાંથી બહાર નીકળતી વખતે અને ઘરમાં પ્રવેશ કરતી વખતે દીવેલ પીધા જેવું મોટું ધરાવતો માણસ જ્યારે જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. મંદીના સમયમાં પાંચ લાખનો ઑર્ડર લાવનાર દલાલને વેપારી બે-પાંચ ટકા દલાલી હોંશે હોંશે આપે તો છે જ પરંતુ સાથે કહી પણ દે છે કે જો હજી વધુ ઑર્ડર લાવીશ તો દલાલીના ટકા વધારી આપીશ; પરંતુ પરિવારના સભ્યો પાસેથી સંખ્યાબંધ અનુકૂળતાઓ ભોગવ્યા પછી એકાદ બાબતમાં થોડીક પણ પ્રતિકૂળતા વેઠવાની આવે છે અને માણસ જ્યારે પરિવારના સભ્યો પર તૂટી પડે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. પ૭

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34