Book Title: Jyare Tyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 18
________________ પત્ની ખૂબ ગમે છે, પતિ પોતાને ગમતી એવી વસ્તુઓ એને આપતો રહે છે. પુત્ર પર પપ્પાને પ્યાર છે, પપ્પા મનગમતી વસ્તુઓ લાવીને પુત્રને આપતા રહે છે. મિત્રને મિત્ર ગમતો હોય છે, પ્રિય વસ્તુઓ મિત્રને ભેટ ધરતો રહે છે પણ ગમતી એવી યુવાની પ્રભુને ન આપતા અણગમતો એવો બુઢાપો જ પ્રભુને આપવાનો નિર્ણય કરી ચૂકેલ માણસ જ્યારે ખુદને પ્રભુનો ભક્ત જાહેર કરતો રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. પર સંઘર્ષ થઈ જવાની શક્યતા ઊભી થઈ જવા છતાં માણસ પોતાનો કદાગ્રહ છોડવા તૈયાર નહોતો. કૅન્સર થઈ જવાની સંભાવના છતાં માણસ ગુટખા છોડવા તૈયાર નહોતો. સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જવાની સંભાવના છતાં માણસ ઉઘરાણી છોડવા તૈયાર નહોતો. ‘હું ત્યાગ-બાગમાં માનતો જ નથી’ આ એનો જવાબ હતો પણ આ જ માણસ સૂતી વખતે બધી જ વસ્તુઓ અને બધા જ વિચારો ત્યાગી દેવા જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. ૫૩ બાબો ખોટો હોય છે તો ય મમ્મીને ગમતો જ હોય છે કારણ કે મમ્મી એને ‘મારો’ માનતી હોય છે. બાબો ખરાબ હોય છે તો ય મમ્મીને એના પ્રત્યે પક્ષપાત જ હોય છે કારણ કે મમ્મીને એ 'મારો' લાગતો હોય છે પણ પ્રભુ એકદમ સાચા હોવા છતાં અને સંપૂર્ણપણે સારા હોવા છતાં ય ‘મારા’ ન લાગતા હોવાના કારણે એમના પ્રત્યે શુષ્ક હૈયું ધરાવતો માણસ જ્યારે પરિચયમાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. ૫૪

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34