Book Title: Jyare Tyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 21
________________ સાકરથી મીઠાશ જ અનુભવાય, કડવાશ નહીં. પેટ્રોલથી ગાડું જ ચાલે, બળદગાડું નહીં. પવનથી ઠંડક જ અનુભવાય, ઉકળાટ નહીં, ભોજનથી પેટ જ ભરાય, પેટી નહીં. આગથી સુવર્ણ જ શુદ્ધ થાય, કાગળિયા નહીં. પૈસાથી હીરા-માણેક વગેરે સામગ્રી જ ખરીદાય, કચરો નહીં. આવી તમામ પ્રકારની સમજણ ધરાવતો માણસ જ્યારે “ધર્મથી સુખ જ મળે, દુ:ખ નહીં' આવી સમજણ ધરાવતો જોવામાં નથી આવતો ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. ‘રોગ આજે નહીતર કાલે પણ જશે જ’ આ શ્રદ્ધા સાથે માણસ દવા લેતો જ રહે છે. ‘ઉઘરાણી આજે નહીં તો કાલે પણ પતશે જ’ એ શ્રદ્ધા સાથે માણસ ઉઘરાણી કરતો જ રહે છે. ‘મૅચમાં આજે નહીં તો કાલે પણ વિજય મળશે જ’ આ શ્રદ્ધા સાથે ખેલાડી પોતાનો ઉત્સાહ ટકાવી જ રાખે છે; પરંતુ પ્રભુભક્તિના ફળ સ્વરૂપે પ્રભુ મને આજે નહીં તો કાલે મળશે જ’ આ શ્રદ્ધાનો પ્રભુભક્તમાં જ્યારે અભાવ જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. 3 LI માણસ સાબુના ઉપયોગ દ્વારા વસ્ત્રોને ઉજ્જવળ બનાવવામાં સફળ બને છે તો આનંદિત થાય છે, દવાના સેવન દ્વારા શરીરને રોગમુક્ત બનાવવામાં કામયાબ બને છે તો આનંદિત થાય છે, પૈસા ચૂકવવા દ્વારા દેવામુક્ત બને છે તો આનંદિત થાય છે પણ કેમોનો, કુસંસ્કારોનો, દોષોનો સફાયો કરવા સાધનાના માર્ગે જ્યારે આગળ ધપે છે ત્યારે આનંદિત બનવાને બદલે અહંકારી બની જતો જોવામાં આવે છે ત્યારે આ - સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. કે ન નિ રિકન

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34