________________
‘દારૂડિયાના હાથમાં ગાડી ન સોંપાય’ ‘નાનકડા બાબાના હાથમાં છરી ન સોંપાય’ ‘જુગારીને ધંધો ન સોંપાય’ ‘વ્યભિચારીને અજાણી સ્ત્રી ને સોપાય’ ‘લબાડ નોકરના હાથમાં તિજોરીની ચાવી ન સોંપાય’ રખડેલ દીકરાના હાથમાં ધંધાનો વહીવટ ન સોંપાય’ ‘વ્યસનીના હાથમાં દીકરી ન સોંપાય’ આ તમામ બાબતની જાણકારી ધરાવતા આ દેશના પ્રજાજનો જ્યારે ‘સત્તા’ ગમે તેના હાથમાં સોંપી દેવા તૈયાર થઈ જાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
વસંત ઋતુમાં વૃક્ષો ફળ આપવામાં કોઈ જ કૃપણતા દાખવતા નથી. ઉપરવાસમાં વરસાદ હોય છે ત્યારે નદી બે કાંઠે વહેતી રહીને પાણી આપવામાં કોઈ કંજૂસાઈ દાખવતી નથી. આકાશ નિરભ્ર હોય છે ત્યારે સૂર્ય પ્રકાશ આપવામાં કોઈ કૃપણતા દાખવતો નથી પણ વિપુલ સંપત્તિ હાથમાં હોવા છતાં ય માણસને દાન દેતા હાથ ટૂંકો કરતો જ્યારે જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
H
/
પાણીને ઢાળ આપીને એને ગટર તરફ ધકેલી દેવાની બેવકૂફી ડાહ્યો માણસ કરતો નથી. શરદીના દર્દીને દહીં આપીને એને હૉસ્પિટલ તરફ કદમ માંડવા કોઈ સજ્જન માણસ મજબૂર કરતો નથી. કમજોર શ્રીમંતને ગુંડાની ગલી તરફ જવા દઈને એને લૂંટાઈ જવા મજબૂર કોઈ ડાહ્યો માણસ કરતો નથી; પરંત નિમિત્તવાસી જીવોને સંખ્યાબંધ નબળાં નિમિત્તો આપીને એમને પાપી બનાવવા મીડિયાવાળા જ્યારે મજબુરા કરે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.