Book Title: Jyare Tyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 2
________________ મન વિના પણ કોકના લગ્નમાં જતો, પત્નીને સાડીઓ લાવી આપતો, દીકરાને મોબાઇલ લાવી આપતો, બજારમાં ધંધો કરવા નીકળી પડતો અને સંસારના સંખ્યાબંધ વ્યવહારો સાચવતો રહેતો માણસ જ્યારે એમ બોલતો ફરે છે કે “મન વિનાના ધર્મની કોઈ કિંમત નથી. ધર્મ કરવાની ના નથી પણ મન વિના? બિલકુલ નહીં !' ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. અધ્યાત્મની એ જ વાતો સાંભળવાની કે જે તાત્ત્વિક હોય અને ઊંચી હોય, અધ્યાત્મને લગતું એ જ સાહિત્ય વાંચવાનું કે જે માર્મિક હોય અને તાત્ત્વિક હોય, એવા જ માણસના સંગમાં રહેવાનું કે જે માણસ અધ્યાત્મનો રસિયો હોય, આવા અધ્યાત્મના જ શ્રવણ-વાંચન અને સંગના આગ્રહી માણસને જ્યારે હલકું જીવન જીવતો, હલકા શબ્દો બોલતો અને હલકું વિચારતો જોવાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. WW જલસા જેટલા પણ છે એ બધા પાપીઓ જ કરે છે, બાકી ધર્મીઓ તો બધા દુઃખી જ છે’ આવા અત્રતત્ર-સર્વત્ર લવારા કરતો રહેતો માણસ જ્યારે પોતાના પરિવારના સભ્યોને પાપના રસ્તે જતાં અટકાવતો રહે છે અને ધર્મના રસ્તે કદમ માંડવા આગ્રહ કરતો રહે છે ત્યારે એના આ વિસંવાદી મનોવલણને જોઈને, એના આ વિરોધભાસી આગ્રહને જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 34