________________
આંખે અંધાપો હોય અને સામે રહેલ મકાન જોઈ ન શકાય એ તો સમજાય છે. હાથે લકવા લાગી ગયો હોય અને ભોજન ન કરી શકાય એ ય સમજી શકાય છે; પરંતુ શીલ-સદાચાર પ્રેમીઓને આજે એવા કાળમાં જીવવાનું આવ્યું છે કે છતી આંખે અને છતે હાથે તેઓ ટી.વી. ચાલુ કરી શકતા નથી, છાપાંઓ વાંચી શકતા નથી અને રસ્તા પરના હોર્ડિંગો જોઈ શકતા નથી. સ્થિતિ આ હોવા છતાં જ્યારે સજ્જનોને એના પ્રત્યે નિષ્ક્રિય બેઠેલા જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૪૩
કેટલીક પેન્સિલો એવી હોય છે કે રબર એની પાછળ જ લાગેલું હોય છે જ્યારે કેટલીક પેન્સિલ અને કેટલાક રબર એવા હોય છે કે જે અલગ અલગ હોય છે. બીજાનાં જીવનના કાગળ પર પેન્સિલ બનીને સુખો લખી શકે એવી ક્ષમતા દરેક પાસે ન હોય એ સમજી શકાય છે પરંતુ રબર બનીને બીજાના જીવનના કાગળ પર લખાઈ ચૂકેલાં દુઃખોને ભૂસી નાખવાની ક્ષમતા હોવા છતાં માણસને એ ક્ષમતાનો ઉપયોગ ન કરતો જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
I
/
NI
TAવી,
મારી સફળ થયેલ ઇચ્છાઓએ મને સુખનો અનુભવ જેટલો કરાવ્યો છે એના કરતાં અનેકગણો તો દુઃખનો અનુભવ કરાવ્યો છે. મને મળેલ સંપત્તિએ મને નિર્ભય જેટલો બનાવ્યો છે એના કરતાં અનેકગણો તો ભયભીત બનાવ્યો છે. પ્રાપ્ત થયેલ પદાર્થોએ મને પ્રસન્નતા જેટલી બક્ષી છે એના કરતાં અનેકગણી તો ઉદ્વિગ્નતા બક્ષી છે અને એ પછી પણ મારું મન જ્યારે સફળતા, સંપત્તિ અને પદાર્થો માટે જ ઝાંવા નાખ્યા કરે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.