________________
‘કબૂલ, હું ખોટું સહન કરી શકતો નથી અને એટલે જ જ્યાં પણ ખોટું થતું જોવામાં આવે છે ત્યાં સામી વ્યક્તિને મોઢે મોઢ હું સંભળાવી દઉં છું પણ એક વાત નક્કી છે કે મારા મનમાં એ વ્યક્તિ માટે કોઈ જ દુર્ભાવ હોતો નથી’ આવું સર્વત્ર બોલતો રહેતો માણસ જ્યારે એને કોઈ મોઢે મોઢ સંભળાવી દે છે ત્યારે આવેશમાં આવીને ગાળાગાળી કરવા લાગે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
અજાણતાં ય માણસ અંગારો પકડી લે છે, પળવારમાં છોડી દે છે. અજાણતાં ય માણસ ગટર પાસે પહોચી જાય છે, પળવારમાં ત્યાંથી દૂર થઈ જાય છે. ખબર પડે છે. માણસને કે અહીં સર્પનું દર છે, એ જ પળે ત્યાંથી રવાના થઈ જાય છે. બાજુમાં બેઠેલ માણસ ગુંડો છે એવો ખ્યાલ આવી જતાં જ માણસ ત્યાંથી | ચાલતી પકડે છે પણ ક્રોધથી નુકસાન જ થયું હોવા છતાં માણસ જ્યારે ‘ક્રોધથી કેમ છૂટવું ?' એમ પૂછે છે, ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
.
૭૭
સર્પ દૂધ પીએ છે અને એનું રૂપાંતરણ ઝેરમાં કરે છે. ગાય ઘાસ ખાય છે અને એનું રૂપાંતરણ દૂધમાં કરે છે. પથ્થર શિલ્પીના હાથમાં આવી જાય છે અને એનું રૂપાંતરણ એ પ્રતિમામાં કરી દે છે. ગુંડાના હાથમાં પથ્થર આવી જાય છે અને એનાથી એ કોકનું માથું ફોડી નાખે છે. આ હકીકતની જાણ હોવા છતાં પોતાની પાત્રતા-અપાત્રતાને જોયા-જાણ્યા વિના માણસ જ્યારે જગતના બધા જ પદાર્થો મેળવવા ધમપછાડા કરતો જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૭૮