________________
ઘરઆંગણે ગાડી એક ને બદલે ત્રણ આવી ગઈ. એને ક્યાં રાખવી એની માણસને ચિંતા થઈ ગઈ. ઘરમાં ટી.વી. એકને બદલે ત્રણ આવી ગયા. સોફાસેટ બેના બદલે પાંચ આવી ગયા. કપડાં ચાર જોડીને * બદલે આઠ જોડી બની ગયા. આ બધાંયનો ઘરમાં સમાવેશ ક્યાં કરવો એની ચિંતામાં ગરકાવ બની જતાં માણસને જ્યારે આ જગતના તમામ પદાર્થો મેળવી લેવાના ધખારા સેવતો જોવામાં આવે છે ત્યારે સાચે જ કે * સ્તબ્ધ થઈ જવાય છે.
૨૮
છૂટાછેડા માટે કોર્ટમાં હાજર રહેલા પતિને ન્યાયાધીશે છૂટાછેડા માટેનું કારણ પૂછ્યું, ‘મારી પત્નીને બધી જ વાતો યાદ રહે છે” પતિએ જવાબ આપ્યો. ન્યાયાધીશે પત્નીને કારણ પૂછ્યું, ‘મારા પતિને કોઈ વાત યાદ રહેતી નથી’ પત્નીએ જવાબ આપ્યો. માણસના મનને સમજવાનું અને સુધારવાનું એક માત્ર કાર્ય આ જીવનમાં કરવા જેવું હોવા છતાં માણસ એના પ્રત્યે સર્વયા ઉદાસીન જ જ્યારે જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૨૯
ન જોઈતા બાળકને તમે પેટમાં જ પતાવી દો. કાયદો તમારી તરફેણમાં જ રહેશે. ન ગમતી પત્નીને તમે છૂટાછેડા આપી દો. કાયદો તમારી તરફેણમાં જ રહેશે. ઘરમાં ‘વધારા’ના લાગતાં માબાપને તમે વૃદ્ધાશ્રમમાં મોકલી આપો. કાયદો તમારી તરફેણમાં જ રહેશે. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ની ઉક્તિની, પત્નીને “ધર્મપત્ની'ના મળેલ ગૌરવની અને માતા-પિતાને મળેલા 'વડલા'ના વિશેષજ્ઞની જ્યારે આ મશ્કરી થતી જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૩૦