________________
વધી રહેલ નખને કાપી નાખવા જ જોઈએ, આવું માનનાર માણસ; વધી ગયેલ વાળને ઓછા છે કરી જ નાખવા જોઈએ, આવું માનનાર માણસ, વકરી ગયેલ રોગને શરીરમાંથી રવાના કરી જ દેવો જોઈએ આવું માનનાર માણસ જ્યારે એમ કહેતો ફરે છે કે સંપત્તિ તો વધતી જ રહેવી જોઈએ, ખ્યાતિ તો વધતી જ રહેવી જોઈએ, પ્રતિષ્ઠા તો વધતી જ રહેવી જોઈએ ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
ઘરની બારી પશ્ચિમ દિશાની જ, સૂર્યોદય નિહાળવા ન મળે એમાં આશ્ચર્ય શું ? ઘર ગટરની જ બાજુમાં, સુવાસ અનુભવવા ન મળે એમાં નવાઈ શું ? ચોવીસે ય કલાક કુપથ્યનું જ સેવન, તંદુરસ્તી અનુભવવા ન મળે એમાં વિસ્મય શું? પણ સતત નકારાત્મક અભિગમ જ લઈને બેઠેલો માણસ ‘જીવનમાં પ્રસન્નતા અનુભવવા નથી મળતી’ની જ્યારે ફરિયાદ કરતો રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૧
?
જ
0
આ ભૂખ દસ રોટલીની હોય છે અને માણસ પાંચ રોટલી ખાય છે તો ય કમ સે કમ અડધી ભૂખ તો શમે જ છે. તરસ બે ગ્લાસ પાણીની હોય છે અને માણસ એક ગ્લાસ પાણી પીએ છે તો ય કમ સે કમ અડધી તરસ તો મટે જ છે; પરંતુ લોભની ભૂખ એક કરોડની હોય છે અને માણસને પચાસ લાખ મળી જાય છે ત્યારે ભૂખ બે કરોડની થઈ જાય છે. આ અનુભવ છતાં ય માણસ લોભની ભૂખ શમાવવા જ્યારે દોડતો જ રહે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
|
/