________________
પિક્ચર આજે જ જોવા મળતું હોય તો કાલ પર મુલતવી રાખવાની શી જરૂર છે ? પૅમેન્ટ આજે જ મળી જતું હોય તો આવતી કાલની રાહ જોવાની શી જરૂર છે ? જલસા આજે જ થઈ શકતા હોય તો કાલ પર મુલતવી રાખવાની શી જરૂર છે ?’ આવી માન્યતા ધરાવતો માણસ જ્યારે આજે પણ થઈ શકતા ધર્મને આવતી કાલ પર મુલતવી રાખવા તૈયાર થઈ જાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૨૨
આઠ વરસની વયના બાબાનું અઠ્ઠાવન કિલો વજન થઈ જતાં બાબાના પપ્પાને જે હદે ચિંતિત થઈ જતા જોયા એ જોઈને એમ લાગ્યું કે એમની આ ચિંતા વાજબી છે પરંતુ એ જ બાબાની આઠ વરસની વયે અઢાર વરસની બુદ્ધિ જોતાં બાબાના પપ્પાને જે હદે પાગલ બનતા જોયા એ જોતાં એમ લાગ્યું કે એમની આ પાગલના એમના માટે જોખમી જ બનવાની છે. આજના દરેક પપ્પાઓની આ જ માનસિકતા જ્યારે જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
ઘરમાં આવેલા મહેમાન જવાનું નામ જ નથી લેતા, માણસ અકળાઈ જાય છે. શરીરમાં દાખલ થતો ખોરાક મળ વાટે બહાર નથી નીકળતો, માણસ ત્રાસી જાય છે. ભાડાના ધરમાં રહેતો ભાડુઆત, ધર ખાલી નથી કરતો, મકાનમાલિક અકળાઈ જાય છે; પરંતુ જે-જે પદાર્થોને અને વ્યક્તિઓને માણસે પોતાના મનમાં સ્થાન આપ્યું છે એ તમામને જીવનના અંત સમયે પણ માણસ જ્યારે મનમાંથી દૂર નથી કરી શકતો ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૨૪