Book Title: Jivan ane Kavan Author(s): Rakeshbhai Zaveri Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot View full book textPage 9
________________ (૬) વગર રહ્યા નથી. એ રીતે શ્રીમદ્નું જીવન એક સજીવન પારસમણિ જેવું હતું; વસ્તુતઃ પારસમણિ કરતાં પણ તે કંઈક સવિશેષ હતું. મહાત્મા ગાંધીજી જેવી ઉચ્ચ મેઘાવી વિભૂતિએ પોતાનાથી લગભગ પોણા બે વર્ષ મોટા એવા શ્રીમદ્દ્ન પોતાના માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા અને પોતાની શંકાઓનું શ્રીમદ્ દ્વારા સમાધાન થતાં ધર્માંતર કરવાનું માંડી વાળ્યું હતું એટલી વાત જ શ્રીમદ્ ઉચ્ચ આધ્યાત્મિક પ્રતિભાની પ્રતીતિ કરાવવા માટે પૂરતી છે. શ્રીમદે જો કદાચ મહાત્મા ગાંધીજી જેટલું દીર્ઘાયુષ્ય ભોગવ્યું હોત તો આપણા ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રે જબરજસ્ત ક્રાન્તિ થઈ હોત! શ્રીમદ્ રાજચંદ્રનું જીવન પ્રેરક ઘટનાઓથી સભર છે. તેત્રીસ વર્ષ જેટલા અલ્પાયુષ્યમાં પણ એમણે કેટલીયે વ્યક્તિઓને પ્રત્યક્ષ સમાગમથી અથવા પત્રદ્વારા પ્રતિબોધ પમાડ્યો હતો! આવા યુગપુરુષ જ્ઞાની મહાત્માના જીવન વિશે જાણવાની ઇચ્છા કોને ન થાય? આથી જ એમના જીવન અને કવન વિશે વખતોવખત નાનાંમોટાં પુસ્તકો લખાતાં અને પ્રકાશિત થતાં રહ્યાં છે. એમના દેહવિલયની શતાબ્દીના અવસરે પ્રકાશિત થતો ભાઈશ્રી રાકેશભાઈ ઝવેરીકૃત આ ગ્રંથ પણ એ દિશામાંનો એક નૂતન સ્તુત્ય પ્રયાસ છે. ભાઈશ્રી રાકેશભાઈ શ્રીમદ્ સાથેના પૂર્વજન્મના કોઈ અગમ્ય ઋણાનુબંધને કારણે તથા વર્તમાનમાં એમના પ્રત્યેના અદમ્ય ભક્તિભાવ અને ગહન અભ્યાસને કારણે આ ગ્રંથ લખવા માટે સવિશેષ અધિકારી છે. - આ ગ્રંથ વસ્તુતઃ એમણે લખેલા શોધપ્રબંધના એક ભાગરૂપ છે. એમણે ૧૯૯૭માં મુંબઈ યુનિવર્સિટીની પી.એચ. ડી.ની ડિગ્રી માટે ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિશે દળદાર શોધપ્રબંધ લખ્યો છે (જે હવે પ્રકાશિત થઈ ચૂક્યો છે). એમાં એક પ્રકરણ શ્રીમદ્દ્ના જીવન અને કવન (વિશાળ અર્થમાં સાહિત્ય) વિશે છે. એ પ્રકરણનું નવસંસ્કરણ આ સ્વતંત્ર ગ્રંથરૂપે પ્રકાશિત થાય છે. સંખ્યાબંધ પાદનોંધો અને અવતરણોના આધારસહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 314