________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અચૌર્ય
આ ઉપરાંત માપ તોલનાં ખોટાં સાધનો રાખવાં કોઈનો માલ લેવામાં મોટું તોલ રાખવું. આપવામાં હીન માપ રાખી ગ્રાહકને છેતરવા. આ પ્રકારે કપડાં, ઘી, તેલનાં તોલમાં આવો પ્રપંચ કરવો તે ચોરી છે. આવાં માપતોલથી કદાચ પૂર્વ પુણ્યના બળે કોઈવાર ધન પ્રાપ્તિ થઈ જાય, પરંતુ
જ્યારે તે વાત જાહેર થઈ જાય ત્યારે ધંધો તદ્દન બંધ પડી જશે. પછી ભલે તું અસલ સાધનો રાખે પણ એકવાર વિશ્વાસ ઊઠી ગયા પછી તારી દુકાનનું પગથિયું કોઈ ચડશે નહિ અને આબરૂ જશે. તોલમાપની અવ્યવસ્થા વ્યવહારને દૂષિત કરે છે અને પરભવમાં તે કર્મનાં ફળ ભોગવવા પડે છે. તે ભૂલી ન જતો.
જૈન શાસ્ત્રકારોએ ચોરીના ચાર પ્રકાર કહ્યા છે. ૧. સ્વામી અદત્ત - કોઈ સ્વામીના આપ્યા વગર લેવું ૨. જીવ અદત્ત - કોઈ ફળ ફૂલ પાંદડાં તોડવાં તે જીવઅદત્ત.
ફળાદિ સજીવ છે તેમને મૃત્યુ ઇચ્છનીય નથી. છતાં. તેમને
ગ્રહણ કરવાં તે જીવ અદત્ત છે. ૩. જિન અદત્ત - જિનાજ્ઞા વિરુદ્ધ મુનિ અશુદ્ધ આહાર ગ્રહણ કરે,
તે ગૃહસ્થ આપેલો હોવા છતાં આજ્ઞા વિરુદ્ધ હોવાથી જિન
અદત્ત છે. ૪. ગુરુ અદત્ત - ગૃહસ્થ દ્વારા નિર્દોષ આહાર ગ્રહણ કર્યો હોય તો
પણ તે ગુરુ આજ્ઞા રહિત હોય તો તે ગુરુ અદત્ત છે. આ ચારે પ્રકારો ધર્મવિરુદ્ધ છે. કોઈ પણ પ્રકારની ચોરી આર્યોનું કર્તવ્ય નથી તે અનાર્યોનું લક્ષણ છે. તેનાથી લોકપ્રિયતા નાશ પામે છે. અપયશ આર્યજનોને મૃત્યુ કરતાં પણ દુ:ખદાયી છે. માટે સ્ત્રી પુરુષ સૌએ અચૌર્યવ્રત ગ્રહણ કરવું.
જેમ સજ્જન નશાથી દૂર રહે છે તેમ સમ્પરુષ કોઈપણ પ્રકારની ચોરીથી દૂર રહે છે.
દષ્ટાંત ૧.- એક સ્ત્રીને બાળપણથી ચોરી કરવાની ટેવ પડી ગઈ હતી. તે જ્યાં જતી ત્યાં કંઈને કંઈ વસ્તુ ચોરી લેવાની તેને તીવ્ર વૃત્તિ ઊઠતી હતી. તેને તે ચીજની આવશ્યક્તા હતી તેવું ન હતું. છતાં તે ચોરી કર્યા કરતી. તેને એક પુત્ર હતો. તેને પોતાની માની આ ટેવ પસંદ ન હતી તેથી તે ઘણો દુઃખી થતો, પરંતુ લાચાર હતો.
એકવાર કોઈ વિવાહ પ્રસંગનું આમંત્રણ આવવાથી તે પોતાની માં ને લઈને સાસરે ગયો. રસ્તામાં તેણે માને સમજાવી કે તે મર્યાદામાં રહે, ત્યાં
For Private And Personal Use Only