Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અચૌર્ય પ્રામાણિક સજ્જનો સાચું સુખ અધ્યાત્મ યોગથી પ્રાપ્ત થાય છે. તેની પ્રારંભની પાત્રતા માર્ગાનુસારિતા છે. તેનું પ્રથમ ચરણ ન્યાયોપાર્જન ધન છે. ધર્મનો પ્રારંભ પ્રામાણિક જીવનથી થાય છે. આખરે મનુષ્ય અપ્રામાણિક કેમ બને છે ? કેવળ ધનનું મમત્વ માનવને અવળે માર્ગે દોરે છે. પણ તે જાણતો નથી કે અનીતિથી મળેલું ધન અલ્પકાલીન હોય છે. હિંદીમાં કહેવત છે કે : चोरी का धन मोरीमें સંસ્કૃતમાં કહ્યું છે કે अन्यायोपार्जितं वित्तम् दश वर्षाणि तिष्ठति, प्राप्तेतु अकादशे वर्षे, समूलं ही विनश्यति. અર્થાત્ અન્યાયથી ઉપાર્જન કરેલું ધન દસ વર્ષ સુધી રહે છે. અગિયારમે વર્ષે તે મેળવેલું બધું મૂળસહિત જ ચાલ્યું જાય છે, નાશ પામે છે. મધમાખી પુષ્પ-પરાગના રસને અંશે અંશ મેળવીને મધપૂડો બનાવે છે પણ તે મધ તો કોઈ અન્યને ફાળે જાય છે. અનીતિથી એકઠું કરેલું ધન કોઈવાર લુટાઈ જાય છે. સ્વામી સત્ય ભક્ત કહ્યું છે કે : ચોરી કરવાવાળો ચોર પણ પોતાના ઘરમાં થયેલી ચોરીને સહન કરી શકતો નથી. તેથી પુરવાર થાય છે કે ચોરી તે દુષ્ટ કાર્ય છે. છતાં નિર્ધનતા દૂર કરવા તે કુમાર્ગે જાય છે. વાસ્તવમાં શ્રમ દ્વારા નિર્ધનતા દૂર થઈ શકે છે. પરંતુ આળસ અને દુવૃત્તિ તેને રોકે છે. અને તેનું મૂળ કારણ અજ્ઞાન છે. ખરેખર તો ચોરીની મા નિર્ધનતા છે, અને ચોરીનો બાપ અજ્ઞાન છે. अकस्यैकलक्षणं दुःखम् मार्यमाणस्य जायते सपुत्र पौत्रस्य पुनर्यावज्जीवं हृते धने. - યોગશાસ્ત્રમ્ કોઈથી મૃત્યુ પામતો જીવ એકલો ક્ષણભર દુઃખ અનુભવે છે પણ જેનું ધન ચોરાઈ જાય છે તે તથા તેનાં પુત્ર પુત્રાદિ પરિવાર જીવનભર દુઃખ ભોગવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 154