Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન વિકાસનાં વીસ સોપાન આ કારણથી હિંસા કરતાં પણ ચોરીનું પાપ વિશેષ છે. ભીખ માંગીને પેટ ભરવું સારું પણ ચોરીનો ત્યાગ કરવો. અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ તે પણ ચોરી છે. यावद् प्रियते जठरम् तावत्स्वत्वं देहिनाम् अधिकोयोऽभिमन्येत स स्तेनो दंडमर्हति પેટ ભરવા માટે જેવી ધનની જરૂરિયાત છે તેમ તેના પર પ્રત્યેકનો અધિકાર છે તેથી જે અધિકતર ધનનો સંગ્રહ કરી તેના પર પોતનો અધિકાર માને છે તે પણ દંડને પાત્ર- ચોર છે. અતિ પરિગ્રહનો સમાવેશ ચોરીમાં થાય છે. अतुट्ठिदोसेण दुही परस्स लोभाविले आययइ अवत्तम्. - ઉત્તરાધ્યયન સૂત્ર અસંતોષના દોષવશ વ્યક્તિ લોભથી કલુષિત થઈ અન્યનું ધન ચોરે છે. અદત્તાદાન ચોરીને માટેનો પારિભાષિક શબ્દ છે અદત્ત કોઈની રજા સિવાય કોઈ વસ્તુ ગ્રહણ કરવી તે અદત્તાદાન છે. વેદ કહે છે : __मा गृधः कस्यश्चित् धनम् કોઈના ધન પર લલચાવું નહિ. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં અંતિમ આદેશ આપ્યો છે. નાયએજ્જ તળા મવિ-સ્વામીની આજ્ઞા વગર એક તૃણ પણ ગ્રહણ કરવું નહિ. આ પ્રમાણે સર્વત્ર ચોરીનો નિષેધ કરવામાં આવ્યો છે. ચોરીના પાંચ પ્રકાર ૧. કોઈના ઘરનાં મકાનની દીવાલ તોડીને ચોરી કરવી. ૨. અનાજ આદિની બાંધેલી પોટલીમાંથી માલ કાઢી લેવો. ૩. નકલી ચાવી બનાવીને તાળું તોડવું કે ખોલવું. માર્ગમાં પડેલી કોઈની ચીજ ઉઠાવી લેવી. ૫. હથિયારનો ભય બતાવી માલિકની હાજરીમાં જ તેનું ધન પડાવી લેવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 154