________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણાદય
૩૫
ભાવના
* ભાવના વિના ભજન આવતું નથી, ભજન વિના પરમાત્મા વશ થતા નથી. જ્યારે સુંદર ભાવનાઓ આવે છે ત્યારે ભજન આવે છે. ભજન આવે એટલે ભગવાન પ્રત્યે પ્રેમ આવે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે.
* મહાવીર પરમાત્માએ ૧૨ વર્ષ સુધી ઉપસર્ગો સહન કરી જે પ્રાપ્ત કર્યું એ જગતના જીવોના કલ્યાણ માટે અર્પણ કર્યું. એમણે પરમાત્મા બનવાનો પ્રોસેસ બતાવી દીધે. એમનામાં જગતના સર્વ જીવોને પરમાત્મા બનાવી દેવાની ભાવના હતી. આપણામાં પરમાત્મા બનવાની
ગ્યતા હોવી જોઈએ, જ્યાં ભગવાનનો અભાવ હોય ત્યાં કાર્ય પૂર્ણ થતું નથી.
* દરરોજ એવી ભાવના કરવી કે સર્વ જીવો સુખી થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, પરસ્પર પિતાના આત્મકલ્યાણમાં તત્પર બને, દરેકને સાચું માર્ગદર્શન પ્રાપ્ત થાઓ. જગતના સર્વ જીવ દયાળુ બને.
ક્ષણ * જે ક્ષણનું મહત્ત્વ સમજે છે તે જ પંડિત છે. અસંખ્ય ક્ષણેની પરંપરા એ જ જીવન છે. જે એક ક્ષણ પણ નિરર્થક ખાઈએ તે આખું જીવન નકામું જાય.
For Private And Personal Use Only