________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
જીવનને અરૂણે દયા * માણસ વર્તમાનને વિચાર કરે છે પણ ભવિષ્યકાળને વિચાર કરતા નથી. ભૂતકાળને દેખતો નથી. પણ વર્તમાનમાં જે ભવિષ્યનો વિચાર આવી જાય તે આત્મામાં તુરત જ સ્થિરતા આવી જાય છે. પા૫ વિચારને નાશ થઈ જાય છે.
* જ્યારે આત્માને સાચે અનુભવ થાય છે ત્યારે સર્વ પ્રકારનાં દુઃખે શાંત થઈ જાય છે અને ત્યારે આત્મામાં આનંદના ફુવારા છૂટે છે, આત્મા સાચે યેગી બની જાય છે.
* જિનશાસન પામેલા આત્માનું સમ્યગ્ર દર્શન નિર્મળ બને અને તે મોક્ષ પ્રાપ્ત કરે.
* પરમાત્માને આપણે વફાદાર બન્યા નથી. પરમાત્માને પ્રસન્ન કરી આત્માને જાગૃત કરવાનો પ્રયત્ન કરો .
* શરીર તરફ લક્ષ્ય છે પણ આમા તરફ જરા પણ લક્ષ્ય નથી. શરીર પરમઆત્મા સુધી પહોંચવાનું સાધન છે, સાધ્ય નથી. શરીરને વળગી રહેવાનું નથી, આત્માને વળગી રહેવાનું છે.
* આત્મા ના કહે તે કામ ન કરો. આત્માને દબાવી દઈને કરેલું કામ “ભૂલ” બને છે, ત્યાં સમાધિ નથી. આવતી.
For Private And Personal Use Only