Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo Author(s): Jinagam Prakashak Sabha Publisher: Jinagam Prakashak Sabha View full book textPage 3
________________ પીસ્તાલીશ આગમાનાં નામ અને તેનાં પૂર* જૈનધર્મમાં આવાયરૂપ ગણાતાં ૪૫ આગમા છે. તેમનાં નામ, મૂળ લેાક સંખ્યા, તેપર આચાર્યાએ રચેલી બૃહત્તિ, લશ્રુત્તિ, નિર્યુક્તિ, ભાષ્ય વગેરે શ્લોકની સંખ્યા સાથે વાચક વર્ગના લાભાર્થે અત્રે નિવેદન કરવામાં આવે છે. શ્રી સુધમાસ્વામિકૃત અગ્યાર અંગ ૧. આચારાંગ સૂત્ર, અધ્યયન ૨૫. મૂળ લેાક સખ્યા ૨,૫૦૦ તેનાપર શીલાંગાચાર્યે રચેલી ટીકા ૧૨,૦૦૦ શ્લોક, ચૂર્ણિ ૮,૩૦૦ તથા ભદ્રબાહુ સ્વામિએ કરેલી નિયુક્તિ ગાથા ૩૬૮, શ્લાક ૪૫૦ ( તે પર ભાષ્ય કે લધુવ્રુત્તિ નથી. ) સપૂર્ણ બ્લોક, સખ્યા ૨૩,૫૦૦ છે. ૨. જિનાગમવિસ્તાર અને આગમ પ્રકાશનને અગે કેટલાક વિચારે. ૩. ૪. સૂત્રકૃતાંગ સૂત્ર, શ્રુત સ્કન્ધ ૨, અધ્યયન ૨૩, મૂળ ક્લાક સંખ્યા ૨,૧૦૦, તેના પર શીલાંગાચાર્યે રચેલી ટીકા ૧૨,૮૫૦ ક્ષેાક, ચૂણિ ૧૦,૦૦૦, તથા ભદ્રબાહુ સ્વામિએ કરેલી નિયુક્તિ ગાથા ૨૦૮, ક્લાક ૨૫૦ ( ભાષ્ય નથી ) સંપૂર્ણ સ ંખ્યા ૨૫,૨૦૦ છે. સંવત ૧૫૨૩ માં શ્રીહેમવિમલસૂરિએ દીપિકા ટીકા બનાવી છે. પણ તે પૂર્વાચાર્યાંની ગણત્રીમાં નથી. સ્થાનાંગ સૂત્ર. અધ્યયન ( રાણા ) ૧૦, મૂળ શ્લોક સખ્યા ૩,૭૩૦ આ પર સંવત્ ૧૧૨૦ માં અભયદેવસૂરિએ ટીકા બનાવી છે. જેનું માપ ૧૫,૨૫૦ શ્લોકનું છે. સંપૂર્ણ સંખ્યા ૧૯,૦૨૦ છે. સમવાયાંગ સૂત્ર. (૧૦૦ સુધી સમવાય મલે છે ). મૂળ શ્લોક સંખ્યા ૧,૬૬૭, આ પર અભયદેવસૂરિએ ટીકા રચી છે. જેનુ માપ ૩,૭૬ ક્લાક પ્રમાણુ છે. પૂર્વાંચાર્યે રચેલી ચૂર્ણિ−૪૦૦. સંપૂર્ણ સંખ્યા ૫૮૪૩ છે. ભગવતી સૂત્ર, (વિવાહ પન્નતિ ) શતક ૪૧. મૂળ લેાક સંખ્યા ૧૫,૭પર. તે --પર અભયદેવસૂરિએ ટીકા રચી છે, જે દ્રાચાર્યે શેાધી છે. તેનું પ્રમાણ ૧૮,૬૧૬. પૂર્વાચાર્યે રચેલી ચૂણિ-૪૦૦૦. સ’પૂર્ણ સંખ્યા ૩૮,૩૬૮ છે. સંવત્ ૧૫૬૮ માં શ્રીદાનશેખર ઉપાધ્યાયે ૧૨,૦૦૦ શ્લાક સંખ્યાની લઘુત્ત રચી છે. ૬. જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર. અધ્યયન ૧૯. મૂળ શ્લોક સંખ્યા ૫૫. અભયદેવસૂરએ રચેલી ટીકા ૪,૨૫ર શ્લોકની છે. હાલમાં ૧૯ કથા માલૂમ પડે છે. પણ પૂર્વે સાડા ત્રણ કરોડ કથા હતી, એવી પ્રસિદ્ધિ છે. * અત્રે આપેલી હકીકત ‘ અભિધાનરાજેન્દ્ર ' કાષને આધારે લખવામાં આવી છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 48