________________
પરિકર વિનાની ઉપર કહેલા માનથી રહિત, પાષાણ, લેપ, દાંત કાઝ, લેહ અને ચિત્રમાં આલેખેલી જિનપ્રતિમા ગૃહસ્થાને પિતાના ઘરને વિષે પૂજનિકે નથી એટલે પૂજવી ન જોઈએ.”
ઘર-દહેરાસરની પ્રતિમાની આગળ બલિબાકલને બહુ વિસ્તાર ન કરો, પણ ભાવથીજ નિરંતર હાવણ કરવું અને ત્રિકાલ પૂજા કરવી. અગીયાર આંગળથી અધિક પ્રમાણવાળી જિનપ્રતિમા ઘરની અંદર પૂજવી નહિ. તેવી પ્રતિમા તે દહેરાસરને વિષેજ પૂજવા ગ્ય છે. તેમજ અગીયાર આંગળથી હીન પ્રમાણુવાળી પ્રતિમા મોટા દહેરાસરમાં સ્થાપન કરવી નહીં, એ પણ વિવેક રાખવાની અગત્યતા છે. વિધિપૂર્વક જિનબિંબના કરનાર તથા કરાવનારને સર્વ કાળ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. દારિદ્ર, દુર્ભાગ્ય, નઠારૂં શરીર, દુર્ગતિ, હીનબુદ્ધિ. અપમાન, રોગ અને શક વિગેરે દોષો કોઈ કાળે પણ થતા નથી. જિનપ્રતિમા જિનેશ્વરના સમાનજ કહેલી છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં પણ જિનપ્રતિમાની એકૃતિવાળા મસ્યો ઉત્પન્ન થાય છે. ત્યાં બીજા મત્સ્ય-જિનપ્રતિમાની આકૃતિવાળા મસ્યાને દેખીને જાતિસ્મરણજ્ઞાન પામે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com