________________
દિશાને સંયમ કરે. ૭, પ્રભુને પ્રણામ કરતાં ત્રણવાર ભૂમિનું પ્રમાર્જન કરવું. ૮, ચૈત્યવંદન સમયે સૂત્રાદિક શુદ્ધ ઉચ્ચારણ પૂર્વક બેલવાં. ૯. યંગ મુદ્રા વડે નમુથુર્ણ અને બન્ને જાવંતિ કહેવી. મુક્તાશુક્તિ મુદ્રાવડે જયવીયરાય કહેવા. જિનમુદ્રાવડે કાઉસગ્ન કર. એ પ્રમાણે મુદ્રાત્રિક સાચવવી. ૧૦. ત્રણ પ્રકારની પૂજા. અંકપૂજા, અગ્રપૂજા, અને ભાવપૂજા. આ પ્રમાણે દશ ત્રિકનાં નામે જણાવ્યાં.
આ દશ ત્રિકનું સ્વરૂપ કિંચિત્ જણાવવામાં આવે છે.
૧. ત્રણ નિસિહિ. ૧. દેરાસરના મૂળ બારણે પેસતાં પોતાના ઘર સંબંધી વ્યાપારને ત્યાગ કરવા રૂપ પ્રથમ નિસિહી. ૨. ગભારાની અંદર પેસતાં દેરાસરને પુજવા સમારવાના કાર્યને ત્યાગ કરવા રૂપ. ૩. ચિત્યવંદન કરવા સમયે દ્રવ્ય પૂજાના ત્યાગ કરવા રૂ૫.
૨. ત્રણ પ્રદક્ષિણ-શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાની જમણી બાજુથી જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના રૂપ ત્રણ પ્રદક્ષિણા દેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com