________________
ર૯ અને દુપ્રણિધાન આશાતના–એ ચારેને સમાવેશ થઈ શકે તેમ છે, કારણ કે-તે સર્વ અનુચિત વર્તન રૂપજ છે. પરંતુ અહીં તો માત્ર બહોળે ભાગે કાયિક વર્તનનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રમાણેની પાંચ પ્રકારની આશાતના ભવભીરૂ પ્રાણીઓ અવશ્ય વર્જવા યોગ્ય છે. એમાં ત્રણ પ્રકાર માનસિક આશાતનાના અને બે કાયિક આશાતનાના છે. અવજ્ઞા, અના૨ અને દુપ્રણિધાન-એ ત્રણે પ્રકાર માનસિક છે, છતાં તે પિકી અવજ્ઞા અને અનાદરમાં કાયિક વર્તનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અનાદરની અંદર શુન્ય ચિત્તે શ્રી જિનપૂજાદિ કરવા રૂ૫ આશાતના બતાવેલી છે તે માનસિક છે.
આ બધા પ્રકાર જુદા જુદા બતાવવાનો હેતુ માત્ર અલ્પજ્ઞ પ્રાણી ભૂલ ન ખાય તે છે. બાકી સજ્ઞ જને તે આ કૃતિ કરવામાં આશાતના થાય છે કે કર્તવ્ય બજાવાય છે તે તરત જ સમજી શકે છે. માટે કઈ પણ પ્રકારે આશાતના ન થાય અને કર્તવ્યપરાયણ રહી સાધ્ય સિદ્ધ કરાય તે પ્રયત્ન કરે. ઉત્તમ જનોનું રટણ નિરંતર એજ હોય છે અને તેથી જ તેઓ પોતાની ફરજ સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com