________________
જિનમંદિરમાં શ્રી જિનપ્રતિમાની સન્મુખ પગ લાંબા કરીને બેસવું, હસ્ત અથવા વસ્ત્રાદિકથી પલાઠી બાંધીને બેસવું, શ્રી જિનપ્રતિમાને પીક દેવી એટલે તેને પુંઠ દઇને બેસવું અથવા ઉભા રહેવું અને ઊંચા આસન ઉપર બેસવું, એટલાં વાનાં શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાજી પાસે કરવાથી અવજ્ઞા આશાતના થાય છે. આ ચાર પ્રકારની આશાતના સમજી શકાય તેવી છે, છતાં તેને લગતી કેટલીક બીજી બાબતો પણ સમજી લેવી જરૂરની છે. શ્રી જિનબિંબની પાસે ભૂમિ ઉપર બેસવું યોગ્ય છે. કેઈપણ પ્રકારના આસનને પરિભેગ કરો તે યોગ્ય નથી. કેટલાક પ્રસંગમાં જાજમ ઉપર–પાટલા ઉપર બેસવું અથવા ઉભા રહેવું પડે છે તેવાં કારણેને લઈને ઉંચા આસનને સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે. વર્તમાનકાલે પૂજા વિગેરે પ્રસંગમાં હારમેનિયમ વગાડતાં ઉંચું આસન ખુરશી વાપરવી પડે, તે તો અપવાદ રૂપ જ છે. આ આશાતના દેવગુરૂ બંનેની પાસે સરખી રીતે ત્યાગ કરવા યોગ્ય છે. તીર્થભૂમિમાં પણ જિનમંદિરમાં અવશ્ય વર્જવાની છે જ, પણ તે સિવાયના ભાગમાં પણ ઉચિત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com