________________
આ આશાતના બહુ ગંભીર અને વિચારવા યોગ્ય છે. જિનમંદિરમાં પ્રવેશ કર્યા પછી સ્ત્રી પુત્ર કે મિત્રાદિ તરફની રાગદશાથી અથવા અપ્રીતિના ઉત્પાદક કેઈપણ સ્ત્રી પુરૂષાદિક તરફ દ્વેષ જાગવાથી તેમજ અજ્ઞાનદશાને લઇને થતા અનેક પ્રકારના મેહથી ચિત્તની વૃત્તિ ડોળાઈ જાય છે એ ચેક્સ વાત છે. જ્યારે એ ભાવે ચિત્તમાં જાગે છે ત્યારે તેની અંદર પરમ તારકદેવ શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ, શ્રી જિનેશ્વર ભગવંતનું બહુમાન, શ્રી જિનેશ્વર ભગવંતના અનંત ગુણનું ચિંત્વન, પોતાના સ્વાભાવિક ગુણે વિકસ્વર કરવાની તીવ્રછા અને તે નિમિતે શ્રી જિનેશ્વર ભગવંતની એકાગ્ર ચિતે પ્રાર્થના એ બધું ટકી શકતું નથી. સુંદર વિચારની સ્થિતિરીતિ જ બદલાઈ જાય છે, ચિત્ત ચકડોળે ચડે છે અને તે પોતાનું કર્તવ્ય ચુકી બીજી દિશામાં ગમન કરે છે. સાધ્ય ભૂલી જવાય છે.
આ આશાતના નહિ કરનારા ઉત્તમ જીવે જગતમાં આદરણીય છે. આવા ઉત્તમ છે અનુકરણ કરવા યોગ્ય છે. શ્રી જિનેશ્વર ભગવંતની પૂજામાં ચિત્તવૃત્તિને કપ કરવી, બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com