________________
૧૮
આવતી નથી. દેરાસરના સાધારણ ખાતાનાં કપડાં ફાટેલાં, તુટેલાં કે મેલાં જેવાં હોય તેવાં પહેરવામાં આવે છે. વિધિ વગેરે જાણવાને ખપનહિ કરતાં જિનદર્શન, જિયપૂજા વિગેરે જેમ તેમ કરી આવે છે અથવા તે બીજા કરતા હોય તેમ કરે છે, પરંતુ એ સંબંધીને વિચાર કરવામાં આવતા નથી. ઉચિત અવસર પણ જોતા નથી. રાત્રી હોય, સૂર્યને ઉદય પણ થયું ન હોય. જીવજંતુ જોઈ શકાય તેમ ન હોય, તેવે વખતે સ્નાન કરવા બેસી જાય છે. એટલું જ નહિ પણ શ્રી જિનેશ્વર ભગવંતની પખાલ પણ કરવા માંડે છે. તેવીજ રીતે મધ્યાહન વીતી જાય તો પણ કામમાંથી
ટે ત્યારે પૂજા કરવા દોડે છે. આ સંબંધી ઊંચિત અવસરને વિચાર કરતા નથી. શુન્ય ચિત્તની વાત તો પૂછવી પડે તેમ નથી. શ્રીજિનેશ્વર ભગવંતની પખાળ કરે, મન કયાંક ભમે, અગલુહણા બે કર્યો કે ત્રણ તે પણ ભૂલી જાયભગવંતની અવસ્થાત્રિક ભાવવાને બદલે પોતાની અવસ્થાનું ત્રિક ભાવવા માંડી જાય. ચૈત્યવંદનાદિ ભાવસ્તવમાં પણ તે ક્રિયાની દ્રવ્યસ્તવ જેટલી પણ યોગ્યતા ન દેખાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com