Book Title: Jin Pratima Pujan Swarup
Author(s): Dahyabhai Mohokamlal
Publisher: Dahyabhai Mohokamlal

View full book text
Previous | Next

Page 27
________________ આ બધા શુન્ય ચિત્તને લગતા દોષે છે. આ પ્રકારની અનાદર આશાતના દરરેજ-હંમેશાં થતી જોવામાં આવે છે. અનાદર આશાતના ગુરૂમહારાજના સંબંધમાં સંપૂર્ણ રીતે લાગુ પડે છે. ત્યાં પણ જે તેવે વેષે જેવી તેવી રીતે જવું વ્યાજબી નથી. શુન્ય ચિત્તને દોષ ત્યાં પણ તજવા યોગ્ય છે. અધ્યાત્મી આનંદધન્યજી મહારાજ પણ શ્રી ગષભદેવના સ્તવનમાં જણાવે છે કે-ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રેપૂજા અખંડિત એહ ! અથત ! ચિત્તની પ્રસન્નતા એજ પૂજાનું ફલ કહ્યું છે અને એજ પૂજા અખંડિત કહેવાય છે. તેમજ આ અનાદર આશાતના સામાયિક પ્રતિક્રમણદિ ક્રિયામાં પણ તજવાની છે. જે ભવ્યાત્માઓ આ પ્રમાણે અનાદર આશાતનાનું સ્વરૂપ સમજીને આદર કરે છે, તે અલ્પકાળમાં મુક્તિગામી બને છે. ત્રીજી બેગ નામનિ આશાતનાનું સ્વરૂપ જણાવે છે. "भोगो दसप्पयारो कीरंतो जिणवरिंदभवणंमि । आसायणत्ति बाढं वज्जेयना जओ वुत्तं ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38