________________
૩. ત્રણ પ્રકારના પ્રણામ શ્રીજિન પ્રતિમાને દેખીને બે હાથ જોડી કપાલે લગાડીને પ્રણામ કરો તે અંજલિબદ્ધ પ્રમ. ૨. કેડ ઉપરનો ભાગ લગારેક નમાવીને પ્રણામ કરે તે બીજે અદ્ધવનત પ્રણામ. બે ઢીંચણ, બે હાથ અને મસ્તક એ પાંચ અંગો નમાવીને પ્રણામ કરવો તે પંચાંગ પ્રણામ.
૪. ત્રણ પ્રકારની પૂજા. ભગવાનને અંગે કેસર, ચંદન પૂષ્પ ચડાવવા તે પહેલી અંગ પૂજા ધૂપ દીપ નૈવેદ્યાદિકની ભગવાનની આગળ સ્તુતિ, સ્તિત્ર ગાયન, નાટક પ્રમુખ કરવા રૂપ ત્રીજી ભાવપૂજા.
૫. ત્રણ અવસ્થા–પિંડસ્થ એટલે છઘસ્થાવસ્થા પદસ્થ એટલે કેવલી અવસ્થા અને રૂ૫ એટલે સિદ્ધાવસ્થા.
૬. ત્રણ દિશાને ત્યાગ એટલે જે દિશાએ જિનપ્રતિમા હોય, તે દિશા વિનાની ત્રણ દિશાએ ન જેવું. - ૭. ચૈત્યવંદનાદિક કરતાં પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પૂંજવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com