________________
ષણાદિ અચિત્ત દ્રવ્યનો ત્યાગ કરે નહિ. ૩. એકવડા અને પહોળા વસ્ત્રને ઉત્તરાસંગ કરો. ૪ શ્રી જિનેશ્વર પ્રભુનાં દર્શન થતાં જ મસ્તકે અંજિલ જેડા જિનાય નમઃ એમ કહી નમસ્કાર કર. ૫. મનમાં એકાગ્રતા કરવી. આ પાંચ
અભિગમાદિ જાણ્યા સિવાય જેમ તેમ દર્શન પૂજા અવિધિથી અજ્ઞાનપણે કરવી.
૩. જે તે વખતે એટલે દર્શનનો અવસર અથવા પૂજાને વખત શાસ્ત્રમાં જે પ્રમાણે બતાવવામાં આવ્યો છે તે અવસર સિવાય જ્યારે ત્યારે સહજ માત્ર વખત મલી ગયો તે વખતે રેડ ને વારે પતાવવાની માફક દર્શન અથવા પૂજાદિક કરવું તે. અને ૪. શૂન્ય ચિત્ત જે ક્રિયા કરવામાં આવે તે મન, વચન, કાયાના રોગની એકાગ્રતા સિવાય મન ક્યાંક ભટકતું હોય, વાજાના ફેનેગ્રાફની પેઠે મુખેથી ક્રિયાના શબ્દો પ્રવાહની જેમ બોલ્યા કરવું અને શરીરની ચંચલતા ટેવ પડી જવાથી જેમ થતી હોય તેમ કર્યા કરવી, તે આ ચારે પ્રકારના દેષ જિનપૂજા વિગેરેમાં કરવાથી શ્રી જિનેશ્વર ભગવંતની અનાદર કરવારૂપ આશાતના થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com