________________
૧૮૩
મેવાનગર
(8) “ સંવત ૧૬૨૨ વર્ષે મm( મા ) સુરરિ) ૨૦ (૧)રતર राजमुनि पं० हीराण(न)दप्रमुखसाधुसहितैर्यात्रा कृता संतंथानधाकारि (!) "
ઉ૦ જાનૈન નિમિ. જં૦ સીરાગમુનિ ઉ૦ નિર
ઉપર્યુક્ત પ્રથમના ત્રણ શિલાલેખથી જણાય છે કે, આ મંદિરના મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન હતા. સં. ૧૩૫રના પહેલા લેખથી આ મંદિરના લાગા સંબંધી હકીકત જાણવા મળે છે. તેમાં ભીમપ્રિય વીશેપક નાણા સંબંધે ઉલેખ છે, જે ગુજરાતના સેલંકી ભીમદેવના સમયમાં ચાલતા નાણુને ખ્યાલ આપે છે. સં. ૧૩૫૬ના બે લેખમાંથી આ મંદિર વિધિચૈત્ય હોવાનું માલુમ પડે છે. સં. ૧૬૯૩ના લેખથી આ મંદિર તીર્થ તરીકે જાણીતું થયું હતું જેની યાત્રાએ ખરતરગ૭ીય સાધુઓ આવ્યા હતા. કિરાહૂ –
બાડમેરથી લગભગ ૧૦ માઈલ અને જોધપુરથી હૈદ્રાબાદ જતી રેલ્વેના ખડીનટેશનથી લગભગ ૩ માઈલ દૂર, અત્યારના હાથમાં ગામની પાડોશમાં “મિરાઠુ નામનું પ્રાચીન ગામ છે, એનું અસલનું નામ “કિરાત” હતું. અહીં સુંદર શિલ્પકળાના નમનાસમાં પાંચ આલીશાન મંદિરો છે; એ પૈકી મોટું મહાદેવનું મંદિર છે, તેના રંગમંડપમાં પિસતાં ચાર શિલાલેખ છે. એ પૈકીનો એક લેખ મહારાજા કુમારપાલના ખંડિયા રાજા આહુણદેવે કરેલું અમારી-જીવવધ ન કરવા સબંધી અદેશ-શાસન છે. સં. ૧૨૦૯ના મહા વદિ ૧૪ ને શનિવારના દિવસને એ લેખ છે. આ લેખથી જણાય છે કે, અહીં જૈન મહાજનેને સારે પ્રભાવ હશે અને જૈન મંદિરે પણ ઘણુ હશે પરંતુ આજે તે ભગ્નાવસ્થામાં છે.
સં. ૧૯૯૪માં શ્રીકકસૂરિએ રચેલા “નાભિનંદનજિદ્ધાર પ્રબંધ”થી જણાય છે કે સં. ૧૩૭૧માં શત્રુંજય તીનો ઉદ્ધાર કરનાર શ્રેષ્ઠી સમરસિંહના આઠમાં પૂર્વજ નામે વેસટ કિરાતકૃપમાં રહેતા હતા. વેસટના ચોથા વંશજ સહસખણ કિરાતફૂપથી શ્રીમાલ-ભિન્નમાલમાં જઈને વસ્યા. એટલે લગભગ દશમા સૈકામાં આ જિનમંદિરે અને જેનેની વસ્તી સારા પ્રમાણમાં હશે એમ લાગે છે.
૮૭. મેવાનગર [નાકેડા] વીરમપુર
(ઠા નં. ૨૧૩૭ ૨૩૯) લોતરા સ્ટેશનથી દક્ષિણ દિશામાં ૬ માઈલ દૂર મેવાનગર છે, જેને “નાકેડા” નામે લેકે ઓળખે છે. એનું પ્રાચીન કાળનું નામ વીરમપુર અથવા મેવાનગર હતું. વિરમપુરના ઉલેખે શિલાલેખો અને ગ્રંથપ્રશસ્તિઓમાંથી મળી આવે છે.
ચારે બાજીની પહાડીઓની કુદરતી કિલ્લેબંદીથી આ ગામ ઘેરાયેલું છે. આજે અહીં શિખરબંધી ભવ્ય કેરણીવાળાં ત્રણ જિનમંદિરે અને લગભગ ૨૦૦ ઓરડીઓવાળી સં. ૧૯૬૬માં બંધાવેલી એક જૈન ધર્મશાળા સિવાય કે જેનની વસ્તી નથી. એક સમયે આ નાકેડા ગામ સમૃદ્ધ અને આબાદ વીરમપુર નામે નગર હતું. વીરમપુરનું નામ નાકેડા કેમ બન્યું એ વિશે કહેવાય છે કે, વિ. સં. પૂર્વે ત્રીજી શતાબ્દીમાં વીરસેન અને નાકરસેન નામના પોતાના નામ ઉપરથી દશ ગાઉના અંતરે વીરમપુર અને નાકેરનગર નામે બે નગર વસાવ્યાં. એ સમયે વીરમપુરમાં શ્રીચંદ્રપ્રભ ભગવાન અને નાકેરમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં બાવન જિનાલય વિશાળ મંદિર તેમણે બંધાવ્યાં હતાં અને આર્ય શ્રીસ્થલિભદ્રસ્વામીના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી.
નાકેરનગર તેરમા સૈકાના મધ્યકાળ સુધી તે આબાદ હતું, પરંતુ સં. ૧૨૮૦માં આ નગર પર આલમશાહે ચડાઈ કરી એ સમયે અહીંના મંદિરની મૂર્તિઓને શ્રીસંઘે અગમચેતી વાપરી બે ગાઉ દૂર આવેલા કાલીદ્રહ (નાગહદ)માં છપાવી દીધી. ત્યારે ખાલી પડેલું મંદિર જઈ બાદશાહે તેને ભેંયભેગું કરી દીધું અને આખું નગર વેરાન બનાવી મૂકવું. લેકે બીજાં ગામમાં જઈને વસ્યા.
વિરમપુર વિશે મળેલી એક નેધ જણાવે છે કે, વિ. સં. ૯૦૯માં આ નગરમાં જેનેનાં ૨૭૦૦ ઘરે આબાદ હતાં. એ સમયે ભાતેરાગેત્રીય શ્રેષ્ઠી હરખચંદે વીરમપુરના જિનાલયને જીર્ણોદ્ધાર કરાવી મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ ભગવાનની
૧. “પ્રાચીન જૈન લેખસંગ્રહ” ભા. ૨, લેખાંકઃ ૩૪૬.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org