________________
૨૨૪
જૈન તીર્થ સર્વસંગ્રહ પર્વતની ટેકરીના મૂળમાં શ્રી શાંતિનાથ ભગવાનના નાના છતાં સુંદર જિનાલયમાં મૂળનાયકની સપરિકર ભવ્ય પ્રતિમા ૧ હાથ ઊંચી છે જેના ઉપર સં. ૧૬૨૨ને લેખ છે. [૬] એ જ સ્થળે શ્રીવાસુપૂજ્ય ભગવાનના શિખરબંધી મંદિરમાં મૂળનાયકની ૧ હાથ ઊંચી પ્રતિમા છે, જેના ઉપર સં. ૧૭૪૯ને લેખ છે. [૭] એ જ સ્થળે શ્રીગોડી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી રમણીય મંદિર છે તેમાં મૂળનાયકની સર્વાંગસુંદર શ્વેતવણું પ્રતિમા ૧ હાથ ઊંચી બિરાજમાન
૧૭૬૦નો લેખ છે. મૂળનાયકની આસપાસ રહેલી શ્રી પાર્શ્વનાથ અને શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાઓ ઉપર સં. ૧૩૨૪ના લેખે છે, જેની અંજનશલાકા શ્રીવિજયરત્નસૂરિએ કરેલી છે. [૮] એ જ સ્થળે શ્રીસગઠિયા પાર્શ્વનાથ ભગવાનના શિખરબંધી જિનાલયમાં મૂળનાયકની સપરિકર તવણી પ્રતિમા ના હાથ ઊંચી છે. આ મંદિરનું સ્થાપત્ય ૧૦ મા સૈકાનું જણાય છે. [૯] એ જ સ્થળે શ્રી નેમિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે, તેમાં પાષાણની ૩ પ્રતિમાઓ છે અને શિલ્પ ૧૦ મા સૈકાનાં જણાય છે.
શદ્વાર
[૧૦] ગામને અડીને પૂર્વ તરફ સામસામે બે ટેકરીઓ આવેલી છે. તેમાં જેનલ પહાડીને “શત્રુંજયની ટેકરી કહે છે. ટેકરી ઉપર ચડવા માટે ઠેઠ સુધી પાકાં પગથિયાં બાંધેલાં છે. એક તરફ સોનગિરા ચૌહાણેએ બંધાવેલા કેટનાં ખંડિયેરે છે, જ્યારે ટેકરીના મધ્યભાગમાં શિખરબંધી ઉન્નત અને વિશાળ મંદિર જોવાય છે. તેની ચારે બાજુએ બાંધેલ કેટ જીર્ણ થયેલે છે. તેમાં એક જીણું જળકુંડ પણ છે. આખું મંદિર ચારે તરફની દીવાલે સાથે સારી અવસ્થામાં ખડું છે. ખૂબ પ્રાચીનકાળમાં આ મંદિર બંધાવાયાનું કહેવાય છે. મૂળગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ના હાથ ઊંચી મનહર પ્રતિમા છે. તેના ઉપર સં. ૧૬૯૬ના વૈશાખ સુદિ ને શનિવારલેખ જ સમયને છે. આમાં રંગમંડપ ખુલે છે. આ મંદિરને “શત્રુંજયાવતાર' કહેવામાં આવે છે.
'[૧૧] સામેની બીજી જાદવાની ટેકરી ઉપર ગિરનારની સ્થાપના છે. પૂર્વોક્ત ટેકરી કરતાં આ ટેકરીને ચડાવ કઠણ છે. એ ટેકરીના મધ્ય ભાગમાં આવેલું મંદિર પૂર્વોક્ત મંદિરથી નાનું પણ કેટથી સુરક્ષિત શિખરબંધી છે. મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની શ્યામવર્ણ સપરિકર પ્રતિમા આશરે ૨–રા ફીટ ઊંચી છે. આ મૂર્તિ કેસરિયાજીમાંની આદિનાથ પ્રભુની મૂર્તિને હૂબહૂ મળતી આવે છે. બંને મૂર્તિએ રંગે, ઘાટે, વણે અને મુખાકૃતિઓમાં સરખી છે. સંભવ છે કે આ બંને મૂર્તિઓને ઘડનારશિલ્પી એક હશે. એવું પણ અનુમાન થાય છે કે આ મૂર્તિ અગાઉ શત્રુંજયની ટેકરી પર સ્થાપન કરેલી હશે. આ મંદિરને મંડપ બાંધે છે. આ મંદિરમાંથી મળી આવેલે સં. ૧૧૫ ને લેખ આ પ્રકારે છે–
| નમ: સર્વજ્ઞાથ ! સંવત ૨૨૨૫ ગ્રામ = વરિ ૨૧ મથે શ્રીન[][]યાં મહારાગાધિરાનશ્રીરા[fr] - देवे विजयी(यि) राज्यं कुर्खतीत्येतस्मिन् काले श्रीमदुर्जिततीर्थः(त्थे) श्री[ने ]मिनाथदेवस्य दोपधूपनैवे[य] पुष्पपूजाद्यर्थे गृहिलान्वयः राउ० ऊधरणसूनुना भोक्तारि (8) ठ० राजदेवेन स्वपुण्यार्थे स्वीयदानमध्यात मार्गे गच्छतानामागतानां वृषभानां शेके [७] यदाभाव्य भवति तन्मध्यात् वि[श] तिमो भागः चंद्राकै यावत् देवस्य प्रदत्तः ॥ अस्मद्वंशीयेनान्येन वा केनापि परिपंथना न करणीया । अस्मद[६]त्तं न केनापि लोप[नी]यं ॥ स्वहस्ते परहस्ते वा यः कोपि लोपयिष्य(व्य)ति । तस्याहं करे लग्नो न लो[प्यं] मम शासनमिदं ॥ लि० [पां]सिलेन ॥० स्वहस्तोयं साभिज्ञानपूर्वक राउ० रा[जदेवेन मतु दत्तं ॥ अत्राहं साक्षि [णा] ज्योतिषिक [दूदृ]पासूनुना गूगिनः (ના) તથા પ૦ [૫] ૨૦ પૃથિવા માંગુ [] . પસી I રાણા | મારું મા [શ્રી] II”
આ લેખ ઉપરથી જણાય છે કે સં. ૧૧૯૫માં રાજા રાયપાલદેવે પેઠિયાઓના મળતા કરમાંથી મે ભાગ આ મંદિરને અર્પણ કર્યો હતો. એટલે આ મંદિર એ સમય કરતાંયે ઘણું પ્રાચીન છે એમ સિદ્ધ થાય છે.
સં. ૧૬૦૭-૮માં શ્રીહીરવિજયસૂરિને પંન્યાસ અને ઉપાધ્યાય પદવી આ મંદિરમાં આપવામાં આવી હતી.
[૧૧] આ જાદવા પહાડીથી ૪ ફર્લોગ દૂર એક પાર્વતીય ઉપત્યકામાં સહેસામ્રવનની પણ રચના છે. જો કે ઝાડ ઊછરેલાં નથી પણ માર્ગને ચડાવ અને ઉતાર કઠણ છે. અહીં એક દેરીમાં નેમિનાથ પ્રભુની ચરણ પાદુકાઓ સ્થાપન કરેલી છે. આ પાદુકાઓ નવીન છે, જે પ્રાચીન પાદુકાઓના બદલે સ્થાપેલી હોય એમ જણાય છે.
આ બધાં મંદિરની વ્યવસ્થા સારી રખાય છે. અહીં ૧ ધર્મશાળા પણ છે.
૪. “પ્રાચીન જૈન લેખસંગ્રહ :” લેખાંક: ૩૪૧
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org