________________
જૈન તીર્થ સર્વસંગ્રહ
૧૫૫. આબુ
(કઠા નંબર : ૩૦૨૫-૩૦૩૪) ગુજરાતના ઉત્તર સીમાડે આવેલ ગિરિરાજ આબુ આબુરેડ સ્ટેશનથી ૧૨ માઈલના અંતરે આવેલ છે. આબુ, વિશે “મહાભારત” અને “વિષ્ણુપુરાણ” વગેરે જૈનેતર ગ્રંથ અને વિદેશી યાત્રીઓ પૈકી મેગેસ્થિનિસ (ઈ. સ. પૂર્વે ૩૦૦), પ્લીની (ઈ. સ. ૭૦) વગેરેએ નેંધ લીધેલી હોવાથી એની પ્રાચીન સ્થિતિ પુરવાર થાય છે. જ્યારે પ્રાચીન એવા જૈન આગમ ગ્રંથે પૈકી “બૃહકલપસૂત્ર' જેની રચના શ્રીભદ્રબાહુસ્વામીએ કરેલી મનાય છે, તેમાં “અબુ પર્વતની યાત્રામાં સંખડિ (ઉજાણી) કરવામાં આવે છે” એવા સ્પષ્ટ ઉલ્લેખથી આ યાત્રાભૂમિની પવિત્રતાનું સૂચન મળે છે. “નાટયશાસ્ત્રના કર્તા ભરતે અર્બદ સંબંધે ઉલ્લેખ કરતાં આ પ્રદેશની સરકાર બહુલ ભાષાની વિશેષતા જણાવી છે.. લગભગ સાતમા સૈકાના દાદર કવિએ રચેલા “કુટ્ટિનીમતમ’ નામના ગ્રંથમાં આબુના સુષ્ટિસૌંદર્યનું આહલાદક વર્ણન કરેલું જોવાય છે. એ પછી ચોદમાં સકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિએ રચેલા “વિવિધ તીર્થકલ૫માં અર્બદ નામ પાડવાનું કારણ, ત્યાં થયેલી શ્રીમાતા (કુમારી કન્યા)ની સ્થાપના, બીજાં લૌકિક તીર્થો અને વિમલવસહી તેમજ લણવસહી વગેરે મંદિરની પ્રાચીન–અર્વાચીન (તેમના સમયની) સ્થિતિનું વર્ણન સાંપડે છે; તેને બીજી વિગતે સાથે ટૂંક સાર આ છે –
અગાઉ આ પહાડ નંદિવર્ધન’ નામે ઓળખાતું હતું પરંતુ જ્યારથી અબુદ નામના સપે અહીં રહેઠાણ કર્યું ત્યારથી તે “અબ એવા નામે પ્રસિદ્ધિ પામ્યું. શ્રીમાતા નામની કુમારી કન્યા અહીં તપસ્યા કરવા લાગી ત્યારે રસિ વાલમ’ નામના કેઈ યોગીએ તેના રૂપમાં મેહિત થઈ તેના પિતા પાસે તેની સાથે લગ્ન કરવાની માગણી કરી. એ થેગી પ્રસિદ્ધ વાલમીકિ ઋષિ હોય એમ કહેવાય છે. એટલે એટલા પ્રાચીન કાળમાં શ્રીમાતાના મરણ પછી તેના પિતાએ કુમારી કન્યા-શ્રીમાતાનું મંદિર અખંડ શીલવ્રતના પ્રતીકરૂપે બંધાવ્યું હતું. આજે પણ અહી શ્રીમાતાનું જીર્ણ મંદિર છે પરંતુ એ પ્રાચીન નથી. વળી, રસિયા વાલમની મૂતિ શ્રીમાતાના મંદિરની બહાર એક તૂટેલા મંદિરના ઘુમટ નીચે પુરુષાકારે ઊભી છે, તેના હાથમાં પાત્ર છે. સંભવત: શ્રીમાતાની સાથે લગ્ન કરવાની આશા ભગ્ન થતાં એણે એ પાત્રમાં રાખેલું વિષ પી લીધું હોય એવી કલ્પના એની આખ્યાયિકા અને મૂતિરચના ઉપરથી થાય છે. શ્રીમાતાના મંદિર ઉપરાંત અહીં અચલેશ્વર, વશિષ્ઠાશ્રમ અને મંદાકિની (કંડ) વગેરે લૌકિક તીર્થો છે.
આ પર્વત ઉપર બાર (આજે ચૌદ) ગામે વસેલાં છે. અહીં હરેક પ્રકારનાં વૃક્ષે, વેલડીઓ, ફૂલે, ફળ, ઔષધિઓ અને કંદને પાર નથી, ધાતુઓની ખાણ છે અને મંદાકિની વગેરે કુંડે તેમ જ કુદરતી ઝરણાં છે.
વિમલશાહ મંત્રીએ સં. ૧૯૮૮માં બનાવેલે “વિમલવસહી’ પ્રાસાદ અને સં. ૧૨૮૮માં શ્રીવસ્તુપાલ-તેજપાલ મંત્રીશ્વરએ પિતાના ભાઈના નામે શનિદેવ નામના શિલ્પીદ્વારા બંધાવેલે “ણિગવસહી’ પ્રાસાદ શોભી રહ્યા છે.
આજે પણ કુદરતના ઉભરાતા વાત્સલ્ય ભાવની પ્રતીતિ કરાવતી તેની વનશ્રી અને સલિલ ભાથી કેટલાકે એ આબુને નંદનવન તરીકે ઓળખાવ્યું છે. ખરું જોતાં એના સૌંદર્યને સોળે કળાએ વિકસાવનાર અગિયારમી સદી અને તે પછી થયેલા દાનવીરે એ જ્યારે સંગેમરમરમાં પ્રાણ પૂરીને અપૂર્વ એવી શિ૯૫સમૃદ્ધિનું અહીં નિર્માણ કર્યું ત્યારથી આ ભૂમિના રૂપ, રંગ અને પવિત્રતા અનુપમેય બની ચૂક્યાં છે એ નિર્વિવાદ છે.
વિમલવસહી પ્રાસાદ બંધાવનાર શ્રીવિમલશાહ ગુર્જરનરેશ ભીમદેવના (ઈ. સ. ૧૦૨૧ થી ૧૦૬૩) મંત્રી હતા. તે પરાક્રમી અને કુશળ રાજનીતિજ્ઞ તરીકે ખ્યાત હતા. આબુના પરમારવંશી ધંધુક રાજાએ જ્યારે ગુજરાતના રાજાના સામંત તરીકે રહેવાની ના પાડી ત્યારે ભીમદેવે વિમળને દંડનાયક બનાવી ચંદ્રાવતી મેક. વિમળે પિતાની શક્તિથી એ રાજ્યને વિકસાવી ગુજરાતની સત્તા વધારી દીધી અને ત્યાંના રાજવી જેટલી સત્તા મેળવી લીધી.
મંત્રી વિમળશાહ પિતાની પાછલી જિંદગીમાં ચંદ્રાવતી અને અચલગઢમાં રહેતા હતા. તેમની પત્ની શ્રીમતી બુદ્ધિશાળી અને ધર્મપરાયણ શ્રાવિકા હતી. તેમને કઈ વારસ નહોતે, આથી બંને જણ ધર્મની આરાધના અને પ્રભુભક્તિ કરતાં હતાં. એવામાં પ્રખર વિદ્વાન મહાત્મા શ્રીધમ ઘેષસૂરિ ચંદ્રાવતી આવ્યા ત્યારે વિમલશાહને તેમના રાજકીય પાપના પ્રાયશ્ચિત્તરૂપે આબુ તીર્થને ઉદ્ધાર કરવાની ભલામણ કરી. આ ભલામણ અનુસાર મહારાજા ભીમદેવ, મોટાભાઈ નેઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org