________________
૨૧૦
જૈન તીર્થ સર્વસંગ્રહ
૧૦૨. સેવાડી
(કઠા નંબર : ર૬૭૩-ર૬૭૪) એરણપુરા સ્ટેશનથી ૮ માઇલ દૂર સેવાડી નામે ગામ છે. સેવાડીનું શાસ્ત્રીય નામ શમીપાટી અથવા તપાટી હતું. અહીંના પ્રાચીન શ્રી શાંતિનાથ ભગવાનના જૈન મંદિરના સેંયરાની બારશાખમાં સં. ૧૧૭૨ ને માટે લેખ આ પ્રકારે છે, જેમાં આ ગામનું નામ ઉલ્લેખાયું છે અને તેમાંથી આ ગામના સ્થાનિક ઈતિહાસ ઉપર પણ ઠીક પ્રકાશ પડે છે.
" स्वजन्मनि जनताया जाता परितोषकारिणी शांतिः। विबुधपतिविनुतचरणः स शांतिनामा जिनो जयति ॥१॥
आसीदुग्रप्रतापाद्यः श्रीमदणहिल्लभूपतिः। येन प्रचंडदोर्दण्डपराक्रमजिता मही ॥२॥ तत्पुत्रश्चाहमानानामन्वये नीतिमुद्वहन् सः । जिंदराजाभिधो राजा सत्यशौर्यसमाश्रयः ॥ ३ ॥ तत्तनुजस्ततो जातः प्रतापाक्रांतभूतलः । अश्वराजः श्रियाधारो भूपतिभृभूतां वरः ॥ ४ ॥ ततः कटुकराजेति तत्पुत्रो धरणीतले । जज्ञे स त्यागसौभाग्यविख्यातः पुण्यविस्मितः ॥ ५ ॥ तद्भुक्तो पत्तनं रम्यं शमीपाटीतिनामकं । तत्रास्ति वीरनाथस्य चैत्यं स्वर्णसमोपमं ॥ ६ ॥ इतश्चासीद् विशुद्धात्मा यशोदेवो बलाधिपः । राज्ञा महाजनस्यापि सभायामग्रणीः स्थितः ॥ ७॥ श्रीषंडेरकसद्गच्छे बंधूनां सुहृदां सतां । नित्योपकुर्वता येन न श्रांतं समचेतसा ॥ ८ ॥ तत्सुतो बाहडो जातो नराधिपजनप्रियः। विश्वकर्मेव सर्वत्र प्रसिद्धो विदुषां मतः ॥९॥ तत्पुत्रः प्रथितो लोके जनधर्मपरायणः । उत्पन्नस्थल्लको राज्ञः प्रसादगुणमंदिरं ॥ १०॥ दयादाक्षिण्यगांभीर्यबुद्धिचियानसंयुतः। श्रीमत्कटुकराजेन तस्य दानं कृतं शुभं ॥११॥ माघे त्र्यंबकसंप्राप्तौ वितीर्ण प्रतिवर्षकं । द्रम्माष्टकं प्रमाणेन थल्लकाय प्रमोदतः ॥ १२॥ पूजार्थ शांतिनाथस्य यशोदेवस्य खत्तके । प्रवर्द्धयतु चंद्रार्क यावदादानमुज्ज्वलं ॥ १३ ॥ पितामहेन तस्येदं शमीपाटयां जिनालये । कारितं शांतिनाथस्य बिंबं जनमनोहरं ॥ १४॥ धर्मेण लिप्यते राजा पृथ्वीं भुनक्ति यो यदा । ब्रह्महत्या सहस्रेण पातकेन विलोपयन् ॥ १५ ॥ संवत् ११७२ ।।
– આ લેખના પ્રારંભમાં શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. તે પછીના Àકેમાં જણાવ્યું છે કે–પરાક્રમી અણહિલ નામે ભૂપતિ થશે. તેને પુત્ર ચૌહાણેના વંશમાં શૂરવીર જિંદા નામે થયે. તેને પુત્ર અશ્વરાજ, તેને પુત્ર કટકરાજ થયે. તેને શમી પાર્ટીમાં જાગીર હતી. એ સમયે ત્યાં શ્રીવીરનાથનું સુવર્ણ સમું મંદિર હતું.
બીજા વંશને એક વિશુદ્ધહદયી યાદેવ નામે સેનાનાયક હતું જે રાજા અને મહાજનેની સભામાં અગ્રણી હતે. સમાન ચિત્તવાળે યશદેવ પંડેરકચછના બંધુઓ, મિત્રો અને સજજને–ઉપર ઉપકાર કરતાં થાકતે નહે. તેને બાહડ નામે પુત્ર હતો, જે વિશ્વકર્માની માફક રાજાઓને પ્રિય હતું. તેને થલક નામે પુત્ર થયે, તે જૈન ધર્મમાં પરાયણ હતું અને રાજાઓને પ્રસાદપાત્ર હતું. પ્રતિવર્ષે માઘ માસમાં શિવરાત્રિના દિવસે કટુકરાજ પ્રસન્ન થઈને થલકને આઠ દ્રસ્મ બક્ષીસમાં આપતે, તે એવી ઈચછાથી કે શમીપાટીના જિનાલયમાં તેના પિતામહ યશદેવે બનાવેલા ગોખલામાંના શ્રી શાંતિનાથ બબની પૂજા કરવામાં આવે અને એ દાન યાવચંદ્રદિવાકર ચાલતું રહે, આ દાન જે લેપશે તેને હજાર ગાય માર્યાનું પાપ છે. અંતે સં. ૧૧૭૨ની સાલ આપી છે.
સુંધાની પહાડી પરના જૈનાચાર્ય રચિત શિલાલેખમાં પણ આ રાજાઓની વંશાવલી આ રીતે આપી છે. આ લેખ ઉપરથી જણાય છે કે સં. ૧૧૭૨ પહેલાં આ મંદિર બની ચૂક્યું હતું અને ગામ તે એથીયે પ્રાચીન હોય એ નિઃસંદેહ વાત છે. એ સમયે આ ગામની ભારે જાહોજલાલી હશે એમ લાગે છે. એક લૌકિક પદ્યમાં ઉલ્લેખ છે કે
* સેવાડી સે વાવડી, રૂડી તલ વાવ, ખાંડી પીપર પારણે, હસે ક્ષેતલ પાર.”
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org