________________
24
અવગ્રહ વચ્ચે કાળવ્યવધાન ન હોય–આ વાત કોઈપણ શાસ્ત્રકારને માન્ય નથી. ૨. ગ્રંથકારે નૈશ્ચ. અર્થા. આલોચનપૂર્વક ન હોય તેમ સ્વીકાર્યું છે, જેની સાથે નૈૠ. તથા વ્યાવ. અર્થા.ની વચ્ચે કાળનું વ્યવધાન છે કે નહીં તે વાતને કોઈ જ નિસ્બત નથી.
- જો તયો =વ્યંજનાવગ્રહ - નિશ. અર્થા. એમ લઈએ તો ‘યંજના. - નૈશ્ચ: અર્થા. વચ્ચે કાળનું વ્યવધાન ન હોવાથી જ આલોચનપૂર્વક અર્થા. થાય એ વાતનો ગ્રંથકારે નિષેધ કર્યો છે.” આ વિધાન અલબત્ત સંગત બને, પણ નૈશ્ચ. અર્થા. = ઝિલ્ જ્ઞાને આલોચનપૂર્વક હોય એવું કોઈ પણ ગ્રંથમાં પ્રતિપાદિત ન હોવાથી તનૂર્વવત્વ...આ વિધાન અયુક્ત ઠરે છે. પ્રમાણનયતત્ત્વાલોક વગેરે ગ્રંથોમાં કરેલું આલોચનપૂર્વકના અર્થાનું પ્રતિપાદન જ્ઞાનના સંદર્ભમાં છે કે જેની સાથે “રૂટું છિચિત્ જ્ઞાન આલોચનપૂર્વક ન હોય” એવી મહોપાધ્યાયજીની વાતને કોઈ જ વિરોધ નથી. ટૂંકમાં, આ બંને વાતને આ રીતે પરસ્પર વિરોધી મત તરીકે રજૂ કરવી વાજબી નથી.
* (ગુ. પૃષ્ઠ ૫૪) સંસ્કૃત ટીકામાં દેખાડેલા નિષ્કર્ષની જ એક પંક્તિदर्शनस्य निराकारोपयोगरूपतया न स्वसंविदितत्वम् ।
વાપરવ્યવસાયિ જ્ઞાન પ્રમાણમ્' આ લક્ષણવાક્યમાં જ્ઞાન પદ દર્શનમાં અતિવ્યાપ્તિના વારણ માટે છે એમ ગ્રંથકાર કહે છે. હવે જો દર્શન સ્વસંવિદિત ન હોય તો એમાં વપરવ્યવસાયિત્વ ન આવે અને તો દર્શન વપ૨વ્યવસયિ ન બનતાં ત્યાં લક્ષણ ન જ જતું હોવાથી લક્ષણગમનને રોકવા માટે જ્ઞાનપદની જરૂર ન રહે. છતાંય જ્ઞાનપદ દર્શનમાં અતિવ્યાપ્તિના વારણ માટે છે એમ ગ્રંથકાર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી કહેતા હોય ત્યારે માનવું જ પડે કે દર્શન ભલે અવ્યક્તપણે તો અવ્યક્તપણે, પણ સ્વસંવિદિત તો છે જ. માટે ‘દર્શન નિરાકારોપયોગરૂપ હોવાથી સ્વસંવિદિત નથી” એવું ટીકાકારનું વિધાન સર્વથા અસંગત લાગે છે. વળી ટીકાકારે સ્વયં (ગુ. પૃષ્ઠ ૩૪) વ્યંજનાવગ્રહમાં સ્વસંવેદનને માન્ય રાખ્યું જ છે. તો પછી દર્શન તો એની અપેક્ષાએ થોડી વધુ વ્યક્ત જ્ઞાનમાત્રા છે, તો એમાં સ્વસંવેદન કેમ ન હોય ? - “ર દિ ત્િ જ્ઞાનમાત્રા સાતિ, યા ન વસંવિહિતા નામ' (પ્રમાણમીમાંસા ૧.૨.૩) આ વાકય પણ ધ્યાન પર લેવા જેવું છે.
આ લેખનો ઉદ્દેશ સૈદ્ધાંતિક ચર્ચાનો જ છે, નહીં કે ટીકાનો અને એટલે જ ગુજરાતી કે હિંદી વિવેચનમાં અનવધાનવશ થયેલી “રત્નપ્રભાવૃત્તિ શ્રીલાવણ્યસૂરિ મહારાજે રચી છે વગેરે ભૂલોને અહીં નોંધવામાં નથી આવી.
જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં.