Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ (3) શ્રી લક્ષ્મીપૂજન વિધિ ભારતના ઘણા ઘરોમાં શ્રી લક્ષ્મીજીનું નિત્યપૂજન થાય છે, પણ તેમાં સંપ્રદાયગત ભેદો ઘણા છે. વળી એ પૂજન કરવામાં સમય પણ ઘણો જોઈએ, જે હાલના મનુષ્યને પરવડે તેમ નથી. વિશેષમાં આ પૂજાઁધ્ધિ સરલ હોય તો તેનું વધારે પ્રમાણમાં અનુસણ થવાનો સંભવ છે, તેથી અમે માંત્રિક સિદ્ધાંતોને ખ્યાલમાં રાખીને આ વિધિનું સંકલન કરેલું છે. તેનું અનુસરણ કરવાથી ઉપાસકને પોતાનું અભીષ્ટ પ્રાપ્ત થશે. આ પૂજન શ્રદ્ધા, શુદ્ઘિ અને વિધિપૂર્વક કરવાનું છે. જેનું ઘણું મહત્ત્વ છે. પુજન વિધિ ઉપાસના માટે પસંદ કરેલા સ્થાનને વાળીને શુદ્ધ કરવું અને ત્યાં લાદી જડેલી હોય તો તેને પાણીથી ધોઈ નાખવું તથા છેવટે ગુલાબજળનો છંટકાવ કરી તેને જાડાં કપડાંથી સાફ કરી લેવું. આ સ્થાનમાં એક નાનું સિંહાસન પધરાવવું અને તેની શક્યતા ન હોય તો ૬ થી ૮ ઇંચ ઊંચો લાકડાનો બાજોઠ પથરાવી, તેના પર પીળા રંગનું રેશમી વસ્ત્ર પાથરી તેના પર શ્રી લક્ષ્મીજીની મૂર્તિ કે છબી પધરાવવી. તેની આગળના ભાગમાં પીળાં રંગનો પાટલો મૂકવો અથવા કોઈપણ સારો પાટલો મૂકી તેના પર રેશમી પીળું કપડું પાથરી દેવું. તે પછી આપણી ડાબી બાજુ આવે એ રીતે ઘીનો દીપક પ્રગટાવવો. એ વખતે મનમાં ‘ૐૐ શ્રીં નમઃ’ એ મંત્ર બોલતાં રહેવું. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36