Book Title: Jain Sharda and Mahalaxmi Poojan Author(s): Jain Prakashan Mandir Ahmedabad Publisher: Jain Prakashak Mandal Ahmedabad View full book textPage 9
________________ (6) પમાડનારાં, તેમજ સર્વેનાં દુઃખોને દૂર કરનારાં હે દેવી મહાલક્ષ્મી! આપને નમસ્કાર હો. ૩ સિદ્ધિરૂપ, બુદ્ધિરૂપ, ભક્તિ અને મુક્તિને આપનારાં, તેમજ મંત્રરૂપ હે દેવી મહાલક્ષ્મી! આર્યને નમસ્કાર હો. ૪ આપ આદિ અને અંત વિનાનાં છો, આદ્યશક્તિ છો, મહેશ્વરી છો, યોગથી જન્મેલા છો અને યોગથી પ્રગટ થનારાં છો. તે દૈવી મહાલક્ષ્મી! આપને નમસ્કાર હો. ૫ આપ સ્થૂલ છો, સૂક્ષ્મ છો, મહારૌદ્ર સ્વરૂપવાળાં છો, મહાશક્તિરૂપ છો અને મોટા પેટવાળાં છો (ક્ષમા આપનારા છો) વળી મહાન પાપોનો નાશ કરનારાં છો, હે દેવી મહાલક્ષ્મી! આપને નમસ્કાર હો. ૬ આપ પદ્મના આસન પર બિરાજનારાં છો, પરબ્રહ્મ સ્વરૂપ છો; પદ્મશ્વરી છો તથા જગતની માતા છો, હૈં દેવી મહાલક્ષ્મી! આપને નમસ્કાર હો. ૭ આપ શ્વેત વસ્ત્રને ધારણ કરનારાં છો, વિવિધ પ્રકારનાં અલંકારોથી શોભી રહેલાં છો, જગતમાં વ્યાપેલાં છો, અને જગતની અંબા છો. હે દેવી મહાલક્ષ્મી! આપને નમસ્કાર હો. ૮ જે ભક્તિવાન મનુષ્ય આપના આ મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ કરે છે, તે સર્વપ્રકારની સિદ્ધિ અને રાજ્ય વૈભવનેે પ્રાપ્ત કરે છે. ૯ જે મનુષ્ય આ સ્તોત્રનો એકવાર પાઠ કરે છે, તેનાં મહાન પાપો નાશ પામે છે અને બે વાર પાઠ કરે છે, તે ઇચ્છિત ધન-ધાન્ય પ્રાપ્ત કરે છે. ૧૦ જે મનુષ્ય દરરોજ પ્રાતઃ મધ્યાહ્ન અને સાયં એમ ત્રણે ય કાલ આ સ્તોત્રનો પાઠ કરે છે, તેના મહાન શત્રુઓ નાશ પામે છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36