Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ (૧૩) શ્રી શારદાપૂજન વિધિ જૈન વિધિથી જે કરે, પૂજન ચિત્ત ઘરંત; લાભ સવાયો તેહથી, ગૃહી નિશદિન લહંત. ૧ લક્ષ્મી આવે તે ઘરે, મહાવીર નામ ઘરંત; ગૌતમનામ સ્મરણ થકી, મન પ્રહ્માદ રહંત. ૨ ચોપડા પૂજનની સામગ્રી–શ્રીફળ, કંકુ, નાડાછડી, રોકડો રુપિયો, ગુલાલ, અબીલ, કપુર ગોટી, અગરબત્તી, ધૂપ, ઘસેલું કેસર (વાટકી), અત્તર, વાસક્ષેપ, સોપારી-પ, નાગરવેલના પાન-૫, એલચી, લવીંગ, કમળકાકડી, ફળ-૫, નૈવેદ્ય (મીઠાઈ-૫), દૂઘ, દહીં, પાણી, ગોળ, ઘાણા, ફૂલ, ફૂલના હાર, ચોખા, ઘી, ઘીનો દીવો, રૂ, દુર્વા (લીલી ઘરો) વગેરે. - શુભ મુહૂર્ત (સારા ચોઘડીયે) પ્રથમ ચોપડો સારા બાજોઠ ઉપર પૂર્વ અગર ઉત્તર દિશા તરફ સ્થાપવો. સર્વ પૂજકના લલાટમાં કંકુનો ચાંદલો કરી ઉપર ચોખા ચોડવા. પડખે ઘીનો દીપક તથા ધૂપ રાખવો. પૂજા કરનારે પોતાના જમણા હાથે નાડાછડી બાંઘવી અને પછી નાડાછડી બાંધેલી મનોહર લેખણ લઈ, ત્રણ નવકાર ગણી નીચે લખ્યા મુજબ નવા ચોપડામાં લખવું. શ્રી પરમાત્માને નમક, શ્રી સરુભ્યો નમ:, શ્રી સરસ્વત્યે નમ:, શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હોજો. શ્રી કેશરીયાજીનો ભંડાર ભરપૂર હોજો, શ્રી ભરત ચક્રવર્તીની ઋદ્ધિ હોજો, શ્રી બાહુબલિનું બળ હોજો, શ્રી અભયકુમારની બુદ્ધિ હોજો, શ્રી કયવત્રા શેઠનું સૌભાગ્ય હોજો, શ્રી ઘન્ના શાલિભદ્રની રિદ્ધિ સિદ્ધિ હોજો, શ્રી રત્નાકરસાગરની લહેર હોજો, શ્રી જિનશાસનની પ્રભાવના હોજો.” આટલું લખ્યા પછી નવી સાલ, મહિનો, તિથિ, વાર, તારીખ વગેરે લખવું. બાદ તેની નીચે એકથી નવ સુઘી નીચે બતાવ્યા મુજબ શ્રી' લખી શિખરનો નીચે મુજબ આકાર કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36