Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૨૩) (શ્રી ગૌતમસ્વામીનું પ્રભાતિયું) શ્રી ગૌતમ ગુરુ સમરીએ, ઉઠી ઉગમતે સૂર; લબ્ધિનો લીલો ગુણનીલો, વેખી સુખ ભરપૂર. શ્રી ૧ ગૌતમ ગોત્રતણો ઘણ, રૂપ અતીવ ભંડાર; અઠ્ઠાવીશ લબ્ધિનો ઘણી, શ્રી ગૌતમ ગણધાર. શ્રી૨ અમૃતમય અંગૂઠડો, ઠવીઓ પાત્ર મોઝાર; ખીર ખાંડ ધૃત પૂરીયો, મુનિવર દોઢ હજાર. શ્રી૩ પહેલું મંગલ શ્રીવીરનું, બીજું ગૌતમસ્વામ; ત્રીજું મંગલ સ્થૂલભદ્રનું, ચોથું ઘર્મનું ધ્યાન. શ્રી ૪ પ્રહ ઉઠી પ્રણમ્ સદા, જીહાં જીહાં જિનવર ભાણ; માનવિજય ઉવજઝાયનું, હોજો કુશળ કલ્યાણ. શ્રી ૫
શ્રી ગૌતમસ્વામીજે છંદ) વીર જિણેસર કે શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિશ, જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલસે નવે નિદાન. ૧ ગૌતમ નામે ઐિરિવર ચડે, મનવાંછિત હેલા સંપજે, ગૌતમ નામે ગાવે રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. ૨ જે વૈરી વિરૃઆ વંકડા, તસ નામે નાવે ટુકડા, ભૂત પ્રેત નધિ મંડે પ્રાણ, તે ગૌતમના કરું વખાણ. ૩ ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાઘે આય, ગૌતમ જિન શાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36