Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ (૨૦) હે ભગવતી (પૂજ્ય) સરસ્વતી દેવી! જેઓ પ્રાતઃકાળે તારા ચરણકમળને વિષે “હ્રીં નમઃ” એમ બોલીને મસ્કાર કરે છે, તેઓ જડતારૂપી સમુદ્રના તળીયા જેવા (કઠણ) હૃદયવાળા થતા નથી. ૪ તારા પાદરે સેવનાર હંસ પી વિવેકી છે એમ લોકમાં સંભળાય છે, તો પછી જેમના હૃદયમાં તારાં ચરણ રહેલાં છે, તેઓ વિવેકી હોય તેમાં શું કહેવું? ૫ ભાષાના સ્વરૂપવાળી હૈ સરસ્વતી માતા! જેઓના સ્મરણમાં તારા ગુણો છે, તે જીવોને બંગલે પગલે સુખ પ્રાપ્ત થાય છે. ૬ હે સરસ્વતી માતા! તારા ચરણ-કમળને વિષે રાજહંસની જેમ મારું મન રક્ત (રાવાળું) ક્યારે થશે? તે તું ફુટપણે કહે. ૭ શ્વેતકમળના નિધિરૂપ ચંદ્રકાંત મણિના પ્રાસાદમાં રહેલી, ચાર ભુજાવાળી, હંસના ઝંઘ ઉપર રહેલી, ચંદ્રબિંબના જેવી ઉજ્જવળ શરીરની કાંતિવાળી, ડાબા અને જમણા બે હાથ વડે કમળ અને પુસ્તિકાને ઘારણ કરતી, તથા બીજા બે હાથ વડે વીણા અને અક્ષમાળીને ઘારણ કરતી, શ્વેત વસ્ત્રવાળી તથા અક્ષરમલિકાને મુખકમળમાંથી બહાર કાઢતી એવી પાસે રહેલી આ દેવીનું જે ધ્યાન કરે છે, તે જડ હોય તો પણ કવિ થાય છે. ૮-૯-૧૦ આ શ્રી શારદાની સ્તુતિને મનમાં ઘારણ કરીને જે મનુષ્યો સુપ્રભાતને સમયે સ્મરણ કરે છે. તેઓના સર્વ વિશ્વના વિકાસના હેતુભૂત અને મહિમાના નિદાનરૂપ શ્રેષ્ઠ કેવળજ્ઞાનનો મહોત્સવ સ્કુરાયમાન થાય છે, અર્થાત્ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૧ હે પરમેશ્વરી દેવી! જે પામવાની ઇચ્છાએ કરીને દેવોના સમૂહે તારી સ્તુતિ કરી છે, તે જ ઇચ્છાથી હું પણ તારી સ્તુતિ કરું છું; તેથી તે ઇચ્છાને પૂર્ણ કરવા માટે તું પ્રસન્ન થા. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36