Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ (૮) તેના પર મહાલક્ષ્મી હંમેશાં પ્રસન્ન રદ્ધે છે તથા કલ્યાણકારી વરદાનો આપે છે. ૧૧ તે પછી એકાગ્ર ચિત્તે મંત્રજપ કરવો અને તે પૂર્ણ થયે નીચેનો શ્લોક બોલી તે અનુસાર ધ્યાન ઘરવું– कान्त्या काञ्चनसन्निभां हिमगिरिप्रख्यैश्चतुर्भिर्गजैन हस्तोत्क्षिप्तहिरण्यामृतघटैरासिच्यमानां श्रियम् । बिभ्राणां वरमब्जयुग्ममभयं हस्तैः किरीटोञ्चलाम् क्षौमाबद्धनितम्बबिम्बललितां वन्देऽरबिन्दस्थिताम् ।। (જેના સુવર્ણ જેવી કાંતિ છે, જેને હિમાલયાદિ ચાર દિગ્ગજો પોતાની સૂંઢ વડે અમૃતથી ભરેલા સુવર્ણમય ઘડાં વડે અભિષેક કરી રહ્યા છે, જેણે બે હાથમાં કમલ ઘારણ કરેલાં છે, જેનો ત્રીજો હાથ વરદમુદ્રાથી યુક્ત છે, ચોથો હાથ અhયમુદ્રા ઘારણ કરનારો છે, જેનું મસ્તક મુગટથી શોભી રહ્યું છે અને જે રેશમી વસ્ત્રો ઘારણ કરીને કમલ પર બિરાજેલાં છે, તે શ્રી લક્ષ્મીદેવીને મારા નમસ્કાર હો.) આ શ્લોકના આઘારે નીચે પ્રમાણે ચિંતન કરી શકાય(૧) શ્રી લક્ષ્મીજી કમલ પર બેઠેલાં છે. (૨) તેમનાદહનો રંગ સુવર્ણ જેવો છે. (૩) તેમણે પીળા વસ્ત્રો ધારણ કરેલ છે. (૪) તેમના મસ્તક પર મણિમય મુગટ છે, (૫) તેમના કાને, કંઠે તથા હાથમાં રત્નમય આભૂષણો છે. (૬) તેમને ચાર હાથ છે. તેમાં ઉમરના બે હાથમાં ખીલેલાં કમળો છે. જમણો નીચેનો હાથ વરદમુદ્રાવાળો છે અને ડાબો નીચેનો હાથ અભયમુદ્રાથી યુક્ત છે. (૭) તેમની પાછળના ભાગમાં હિમાલય આદિ ચાર દિગ્ગજો રહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36