Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૯] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ પ્રયોજન છે ? આત્માને જ બંધ નથી તે તેને ભવ-ભ્રમણને ભય રાખવાની શી જરૂર છે ? અથવા આત્માને જે મોક્ષ થતો જ નથી તે તેને મુક્તિપદની અભિલાષા રાખવાની કે તે માટે તપશ્ચર્યાદિ દુષ્કર અનુષ્ઠાનોનું સેવન કરવાની શી જરૂર છે ? વળી મોક્ષ માટે પ્રયત્ન આત્મા નહિ પણ પ્રકૃતિ કરે છે એ કહેવું ઉન્મત્તપ્રલા૫ તુલ્ય છે. પ્રકૃતિ અચેતન છે. અચેતનમાં ઘટાદિની જેમ આલેચના સંભવતી નથી. આલેચના વિના મુકત્યર્થ-અનુષ્ઠાન કેવી રીતે ઘટે છે પ્રકૃતિની આલોચનામાં પુરુષ પ્રયોજક છે એમ કહેવું પણ વ્યર્થ છે. સાંખ્યોએ પુરુષને નિત્યેક સ્વભાવવાળો માન્યો છે. તે જે બંધ મોક્ષમાં પ્રાજક હોય છે તે સદા પ્રોજકત્વની આપત્તિ આવશે, તેથી સર્વદા મુક્તિ યા સર્વદા મુકત્યભાવને પ્રસંગ પ્રાપ્ત થશે. “पुरुषोऽविकृतात्मैव स्वनिभासमचेतनम् ।। मन : करोति सानिध्यादुपाधिः स्फटिकं यथा ॥ १ ॥ , સાંખ્યોનું કથન છે કે પુરુષ અવિકૃત સ્વભાવવાળા છે, પિતાને પ્રગટ કરનાર છે તથા અચેતન છે. સ્ફટિક જેમ ઉપાધિના સાનિધ્યથી વિકતા દેખાય છે તેમ પ્રકૃતિના સાનિધ્યથી પુરુષ પણ કર્તા છે, તેમ દેખાય છે અથવા જેમ ચંદ્ર સ્વભાવે અવિકૃત સ્વરૂપવાળા હાઈને ચોપલના પયઃ ક્ષરણમાં કદાચિત પ્રોજક બને છે, કદાચિત નથી બનતે તેમ આત્મા પણ સ્વભાવથી અવિકૃત સ્વભાવવાળ હોવા છતાં પ્રકૃતિની આચનામાં કદાચિત પ્રયજનક થાય છે, કદાચિત થતો નથી. તેઓનું આ કહેવું સદંતર ખોટું છે. ફિટિક પણ ઉપાધિના યોગે પરિણામાન્તર પામે જ છે અને ચંદ્રમા પણ નિત્યાનિત્યાત્મક છે. સર્વદા એક જ સ્વરૂપવાળો હોય તે તે ચંદ્રોપલના પય ક્ષરણમાં સદા પ્રાજક બનવો જ જોઈએ. સદા પ્રાજક નથી બનતે તેથી તેને કવચિત્ પ્રયોજક અને કવચિત્ અપ્રાજક ઉભય સ્વભાવવાળો માનવો જોઈએ. વળી સાંખ્યો જે પ્રધાનને અર્થાત પ્રકૃતિને એક, અક્રિય અને નિત્ય માને તે તેને પણ બંધ મેક્ષ ન ઘટે. પ્રધાનને મોક્ષ માનવા માટે તેને પરિણમી માને તો તેના સ્વરૂપને જ નાશ થાય. મેક્ષ વખતે પ્રકૃતિનું પ્રકૃતિત્વ ચાલ્યું જાય પછી તેનું સ્વરૂપ જ કયાં રહ્યું ? સાંખ્યોનો સિદ્ધાંત છે કે પ્રકૃતિને વિગતે મેક્ષ છે ! એ વિયોગનો અર્થ પ્રકૃતિનું પરિણમાન્તર માનવામાં આવે તે પ્રકૃતિની નિત્યતા પણ ન રહે અને સ્વરૂપ પણ ન રહે, એ કારણે પ્રકૃતિને પણ બન્ધ મેક્ષ ઘટી શકે નહિ. એકાન્ત નિત્ય પક્ષમાં મોટું દૂષણ તે એ આવે છે કે પુરુષ અને પ્રકૃતિ અથવા ચેતન અને જડ ઉભય કોઈ પણ જાતના પરિણામને પામનાર હોય કિન્તુ નિર્વિકાર હોય તો એ બને તના મિશ્રણરૂપ ક્ષણ ક્ષણમાં દેખાદેતી વિવિધતા જગતમાં કદી પણ ન દેખાય! વિવિધતાની ઉત્પત્તિ જેનદર્શને સ્વીકારેલ પરિણમી નિત્યવાદ અથવા નિત્યનિયત્વવાદથી જ ઘટી શકે છે. આત્માને સુખદુઃખ, ઘટપટ વિજ્ઞાન અને બધું મેક્ષ આદિ પ્રત્યક્ષ અનુભવાય છે. એ અનુભવ પ્રમાણના આધારે જ આત્મા અપરિણામી (કૂટસ્થ) નિત્ય નહિ પણ પરિણામી નિત્ય છે એમ સિદ્ધ થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44