Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] ગ્રામ્યમાતા અને “અક્ષરસપ્રબંધ રાજાજીની ઉત્સુકતા વધી ગઈ, ડોસો બેલતા હતા : “મારા વખતમાં આવું અનાજ દરેક ઠેકાણે ઊપજતું હતું, અમે આવું જ અનાજ ખાતા અને વાવતા હતા.” રાજાએ પૂછયું : “પણ, આવું અનાજ તમે કયાંથી ખરીદ કરતા હતા ? ડેસ બોલી ઊઠો : “ખરીદવું! રામ રામ રામ ! અમારા વખતમાં તે અનાજ-રેટી વેચવી એ મોટામાં મોટું પાપ લેખાતું. પૈસાને તે અમે ઓળખતા જ ન હતા. સૌ સરખા હતા. કેઈ કેઈનું ઉપરી ન હતું. આ વિશાળ પૃથ્વીને કોઈ એક માલિક ન હતો. મન માને ત્યાં હું ખેતી કરો અને મારું ભાગ્ય રળતા !” રાજાજીએ પૂછ્યું : “ભલા ડોસા ! પણ તે કાળે પૃથ્વી આવું અનાજ શાથી ઉત્પન્ન કરતી હતી અને હવે નથી કરતી તેનું તેમજ તારા કરતાં તારો દીકરે વધુ નબળો છે અને એના કરતાં ય એને દીકરે-જે તમારા ત્રણેયમાં સૌથી ઓછી ઉમરનો છે તે–વધુ નબળે છે તેનું શું કારણ? અને ઘરડા ડોસાએ ટટાર થઈને જવાબ આપ્યો: આનું કારણ એ છે કે-માણસ હવે દાનતને ચેર અને હાડકાને હરામ થયો છે. માણસમાં પારકાનું પડાવી લેવાની વૃત્તિ જાગી છે અને મહેનત કરી રોટી રળવાની ભાવના ઓસરી ગઈ છે. માનવીની બદદાનતે પૃથ્વીના રસકસ શેકી લીધા છે અને હરામ હાડકાની ભાવનાએ માનવીનાં શરીરના રસકસ ચૂસી લીધા છે. પ્રભુ, તે કાળે એમ નહોતું થતું; ત્યારે ધરતીમાતા આવું અનાજ આપતી હતી !” ઉપરની બધી વાત કરતાં આમાં વધુ ઉદાર ભાવના ભરી છે એ સહજ સમજી શકાય એમ છે. જે ભાવના આજથી ૬૦૦-૭૦૦ વર્ષ પહેલાં આર્યાવર્તન એક મહર્ષિએ આખી, તે જ ભાવના અત્યારે આર્યાવર્તામાં એક રાજકવિએ અને આર્યાવતથી હજારે માઇલના અંતરે એક મહાકવિ કે એક મહાતત્વજ્ઞાનીએ આલેખી એ એ બતાવે છે કે માનવહૃદયની ભાવનાઓ દેશ કે કાળના અંતરને કદી પિછાનતી નથી. મેરૂતુંગાચાર્ય જેવા સાધુપુંગવ, કલાપી જેવા રાજકવિ, વસવર્થ જેવા મહાકવિ અને ટોર્ચોય જેવા મહાફિલસુફને ડોલાવનાર તે ભાવના કેટલી પ્રબળ હશે? નથી લાગતું કે-એ ભાવનાને આલેખતી આ વાર્તાઓ ભલે કલેવરે વામન લાગતી હોય પણ તેમાં “ગાગરમાં સાગર’ જેવું સત્વ રહેલું છે ? પણ એક વાત મનને મુંઝવે છે. એક રાજાની દાનત બગડે અને શેલડીને રસ ઊડી જાય; માનવીની ભાવના બગડે અને ધરતીને રસકસ ઓસરી જાય; એક ડોસી બોલીનાખે અને છલ કંઠે થઈ જાય–આવું તે શી રીતે બની શકે? પણ આને ઉકેલ નરી બુદ્ધિ ન લાવી શકે. એને સમજવા માટે હૃદય શોધવું જોઈએ દિલભર દિલ' કે “દાનત એવી બરક્ત એ હૃદયને વિષય છે. બુદ્ધિની ત્રિરાશી એને ન પહોંચી શકે ! -અને આપણું કષિમુનિઓ પણ કયાં નથી કહેતા ગયા-મન પર્વ મનુષાનાં વા દ્વષાક્ષા: 1 ડુબવું એ તે દરેકની પિતાની મરજીની વાત છે જ, પણ તરવારનો કિમિ પણ કુદરતે દરેકના પિતાના હાથમાં જ મૂકયો છે. આ કિમિયો તે નિર્મળ હૃદય ! રતિલાલ દીપચંદ દેસાઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44