Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૫] ગ્રામ્યમાતા” અને “સુરસપ્રબંધ [ ર૦૭ ] આ વિષયમાં રસ ધરાવતા વિદ્વાનો આ સંબંધી વધુ વિચાર કરે અને એ વિચારના અંતે કઈ જાણવા જેવું જણાય તે જાહેર કરે એટલી આશા અસ્થાને નહીં ગણાય. અસ્તુ ! પ્રસ્તુત લેખ સાથે ખાસ સંબંધ નહીં હોવા છતાં, પ્રસ્તુત લેખમાં ઉલિખિત કૃતિએમાં જેવી ભાવના ભરી છે એવી જ ભાવનાથી સભર એવી એકાદ-બે વાતે લખવાની ઈચ્છા નથી રોકી શકાતી, અને તે એ આશા સાથે કે એ વાત થોડે ઘણે અંશે પણ આ લેખ માટે શોભારૂપ જ થશે ! પહેલી વાત તો આપણામાં બહુ પ્રસિદ્ધ એવી, એક ડોસી અને સાંઢણું-સ્વારની વાત છે. ઉનાળાને વખત હતા. બળબળતું મધ્યાહ્ન થયું હતું. ધરતી ધોમ ધખતી હતી. એક ડોસી અને તેની જુવાન દીકરી બીજે ગામ જતાં હતાં. માથે સામાનનું પિટલું અને માથું ફાટી જાય એવો તાપ! માનું હૈયું દીકરીની દયાથી દ્રવતું હતું. એટલામાં એક સાંઢણીસ્વાર ત્યાંથી નીકળ્યો. તેને થોભાવીને ડોસી બેલી: “ભાઈ ! મારા ઉપર થાડી દયા ન કરે ? મારી આ દીકરીને તમારી સાંઢણી ઉપર બેસારી પેલા ગામ સુધી તમારી સાથે ન લેતા જાવ ?” પણ સાંઢણીવારે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને તે ચાલતો થયો. થોડે દૂર ગયા પછી એ સ્વારને વિચાર થયેઃ “અરે, હું કે મૂળે કે આ મોકે હાથથી ગુમાવ્યો ! ડોસીની દીકરીને બેસાડી લીધી હોત તે એ જુવાન સ્ત્રી અને તેની સાથેનો સામાન એ બધું ય લઈને હું ચાલતો થઈ જાત અને ડેસી હાથ ઘસતી રહેત! ખેર, હજુ કયાં વયું ગયું છે ! થોડી વાર થોભું એટલે ડોસી આવી પહોંચશે.” અને એ સ્વાર થોડી વાર થોભી ગયો. ઘેડી વારમાં ડોસી આવી પહોંચી. ડોસીને આવેલી જોઇને સ્વાર પશ્ચાત્તાપ કરતો હોય એમ બોલી ઉઠઃ માડી, મારી ભૂલ થઈ ! એમાં મને શું બળ પડવાનું હતું! લાવે, તમારી દીકરીને બેસારી લઉં.” અને એક ક્ષણ પણ વિચારવા લ્યા વિના ડેસીએ જવાબ આપ્યોઃ “ના ભાઈ, જે તને કહી ગયા તે મને ય કહી ગયા છે. ભાઈ, હવે મારે મારી દીકરીને સાંઢણી ઉપર નથી બેસારવી.” બિયારે સ્વાર વીલે મોંએ ચાલતે થયે. ભલી ડોસી, તને એ વાત કોણ કહી ગયું! આવી જ એક વાર્તા આ યુગના મહાન ફિલસુફ રશિયને મહાત્મા ટર્સ્ટ લખી છે. એ વાર્તા સંક્ષેપમાં આ પ્રમાણે છે.૧ એક દિવસ કેટલાંક બાળકે કેતરમાં રમતાં હતાં ત્યારે તેમને અનાજના દાણુના આકારની અને લીંબુ જેવડા કદની એક ચીજ જડી. પાસેથી એક મુસાફર પસાર થતો હતે તેણે એક પૈસો આપીને એ નવતર લાગતી ચીજ ખરીદી અને શહેરમાં જઈને રાજાજીની પાસે રજુ કરી. ૧ મહાત્મા ટેંસ્ટેયનું સાહિત્ય મૂળે રશિયન ભાષામાં છે. પ્રસ્તુત વાતોને સંક્ષેપ Twenty-Three Tales By Leo Tolstoy (ઢોર્ટોયની ગ્રેવીસ વાર્તાઓ) નામક અંગ્રેજી પુરતક ઉપરથી લખ્યો છે. આ કથા ઈ. સ. ૧૮૮૬માં લખાઈ છે. ૨ મહાત્મા ટોલ્સ્ટોયે આ કથાનું મથાળું મરઘીના ઈંડા જેવડ અનાજને દાણ” એ મતલબનું રાખ્યું છે એટલે આ સ્થળે મૂળમાં “લીબુંના સ્થાને “મરઘીનું ઈંડુ' લખેલ છે. પણ આપણું વાતાવરણને મળતું લાગે એ દૃષ્ટિએ અહીં લીંબુ મૂક્યું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44