Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૫] ગ્રામ્યમાતા અને ઈશ્વરસપ્રબંધ [૨૫] છલ) કૃતિ બહુ રસમય લાગ્યાનું લખ્યું છે. આ કૃતિમાં વર્ણવેલી કથા આ પ્રમાણે છે ગુડી બ્લેક નામની એક ડોશી હેરી જીલ નામના પુરુષની પડોશમાં રહેતી હતી. ડોશી દરિદ્ર હતી અને હેરી સારી સ્થિતિમાં હતે. ઠંડીના દિવસોમાં કોઈ કોઈ વખત તાપણું માટે ગુડી બ્લેક હેરી છલની વાડમાંથી લાકડાં ઉપાડી જતી. એક વખત જીલ આ જોઈ ગયો એટલે તેણે એ ઘરડી દરિદ્ર ડોશીને ધમકાવી. આથી એ ગરીબ ડોશીની આંતરડી કકળી ઊઠી અને એ હૃદયવ્યથામાં તે હેરીને શાપ દઈ બેઠીઃ “હે પ્રભુ તું બધું સાંભળે છે. આ માણસને કદી ગરમી ન મળશે !”” અને જાણે એને શાપ સાચો પડ્યો હોય તેમ ખરેખર છલ ચંડો થઈ ગયો. ગમે તેટલા ગરમીના ઉપચાર કરે, ગમે તેટલા કોટ પહેરે પણ એની ટાઢ ઊડે જ નહીં. ગ્રામ્યમાતામાં જે ભાવનાને વણાટ ભરેલે છે લગભગ એવી જ અથવા તે કંઈક એના કરતાં વધુ ઉદ્વેકભરી ભાવના આ કથામાં વણાયેલી દેખાય છે. કલાપીએ વડસવર્થની એ કૃતિ પિતાને પસંદ પડ્યાનું ૧૯-૮-૧૮૯૪ના પત્રમાં લખ્યું છે અને ગ્રામ્યમાતાનું કાવ્ય તેમણે ૧૪-૧૦-૧૮૯૫ના દિવસે રચ્યું છે. એટલે સંભવ છે કે “ગ્રામ્યમાતા'માં ઊભરાતી ભાવનાને અંકુર તેમને વસવર્થની ઉક્ત કૃતિમાંથી લાવ્યો હોય અને જાતે દહાડે એ અંકુર વિકસિત થઈને ‘ગ્રામ્યમાતા' રૂપે અવતાર પામ્યા હોય ! પણ એ ભાવનાના આત્માની આસપાસ જે કલેવર મઢવામાં આવ્યું છે એ-શેલડીને સદ્દભાવ દુર્ભાવની છાયાના પ્રતીકરૂપે સ્વીકારવાનું–કલાપીને ક્યાંથી સૂઝયું એને નિર્ણય કરવાનું આપણી પાસે કશું સાધન નથી. આમ છતાં આ પ્રસંગે લગભગ “ગ્રામ્યમાતા' જેવાં જ આત્મા અને કલેવરને ધારણું કરતી અને આજથી લગભગ છથી ય વધુ વર્ષ પહેલાં રચાયેલી સંસ્કૃત ભાષાની એક કૃતિને વિચાર કરવો સુયોગ્ય થઈ પડશે. આ કૃતિ તે વિક્રમ સંવત ૧૩૬૧માં જૈન મુનિપુંગવા શ્રી મેરૂતુંગાચાર્યવિરચિત “પ્રબંધચિન્તામણિ” ગ્રંથમાંનો ઈલ્સરસપ્રબંધ'. આ “ઈશ્કરસપ્રબંધ' શ્રી સિંધી જેન ગ્રંથમાળાના પ્રથમ ગ્રંથ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ “પ્રબંધચિન્તામણિ ગ્રંથના ૪૮ મા પાને છપાયેલ છે. “પ્રબંધચિંતામણિ'માં રાજા ભોજને લગતા જે પ્રબંધ આપવામાં આવ્યા છે તેમાં જ આ “ઈશુરસપ્રબંધ' આપેલ છે, જાણે કે એ રાજા ભોજના જીવનને એક પ્રસંગ ન હોય! એ “ઈસુરસપ્રબંધ'ગત કથા આ રીતે છે રાતનો વખત હતો. રાજા નગરચર્ચા જોવા ફરવા નીકળ્યો હતો. તેની સાથે તેના એક મિત્ર સિવાય બીજું કઈ ન હતું. ફરતાં ફરતાં રાજાને તરસ લાગી. રાજાએ વિચાર્યું : આવા રાતના વખતે પાણી માટે કોને ત્યાં જવું? એટલે વિચાર કરીને તેણે એક વેશ્યાના “રસે હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુ કૃપાએ નકી એ ભરાશે; “સુખી રહે બાઈ ! સુખી રહો સૌ, “હમારી તે આશિષ માત્ર માગું! ” [૧૪] પ્યાલું ઉપાડી ઉભી શેલડી પાસ માતા, છૂરી વતી જરી જ કાતળી એક કાપી; ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું ! [૧૫] ૪ આ હકીકત શ્રી નવલરામ ત્રિવેદી સંપાદિત “ગ્રામમાતા અને બીજાં કાવ્યો' પુસ્તકમાંથી સાભાર મેળવી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44