Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ગ્રામ્યમાતા” અને “અક્ષરસપ્રબંધ' સ્વ. રાજકવિ કલાપીકૃત “ગ્રામ્યમાતા” કાવ્ય અને શ્રી મેરૂતુંગાચાર્ય કૃત “પ્રબંધચિંતામણિ” ગ્રંથમાંના ‘ઈરસપ્રબંધ” અંગે એક વિચારણું માનવીની સારી કે ખેટી મનભાવનાના પડઘા, “દાનત એવી બરકત' એ ન્યાય પ્રમાણે પડયા વગર રહેતા નથી; અરે, પાર્થિવ-જડ વસ્તુ ઉપર પણ એ ભાવનાની અસર થયા વગર નથી રહેતી; આ વસ્તુ સ્વ. રાજકવિ કલાપીએ પિતાના ગ્રામ્યમાતા” નામક ટૂંકા કાવ્યમાં બતાવી છે. ઇસ્વીસન ૧૮૯૫માં રચાયેલ એ કાવ્યગત કથા આ પ્રમાણે છે_* શિયાળાની એક સવાર, મંદ મંદ પવન વાઈ રહ્યો છે. વૃદ્ધ માતા, પિતા શેલડીના ખેતરમાં શગડી પાસે બેસી તાપી રહ્યાં છે. બાળકે આસપાસ રમી રહ્યાં છે. આ વખતે એક ઘોડેસ્વાર એ ખેતરમાં આવી પહોંચે છે અને પોતાની તૃષા છીપાવવા પાણીની માગણી કરે છે. ભલી ભેળી વૃદ્ધ માતાનું હૈયું દયાની લાગણીથી ઊભરાય છે અને તે પાણી આપવાને બદલે એ યુવાનને શેલડીની પાસે લઈ જાય છે અને શેલડીની એક કાતળીમાં જરાક છરી મારે છે એટલામાં આખો પ્યાલો રસથી છલોછલ ભરાઈ જાય છે અને એ પ્યાલો યુવાનને આપે છે. આ દશ્ય જોઈ એ યુવાન કંઈક વિચારમાં પડી જાય છે અને એ વિચારમાંને વિચારમાં વૃદ્ધ માતાએ આપેલ રસ પી જાય છે. અને બીજો એક યા ભરીને *આ કાવ્ય બહુ મોટું નહીં હોવાથી તેમજ આ સંબંધી વિચાર કરનારને ઉપયોગી થઈ પડે એ આશયથી અહીં આપવામાં આવે છે - ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તને પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી; ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિસે શુક ઊડી ગાતાં મીઠાં ગીતડાં ! (૧) મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલેનાં બાલ નેહાનાં કરે છે; કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે ! (૨) વૃદ્ધ માતા અને તાત, તાપે છે સગડી કરીઃ અહો ! કેવું સુખી જોડું, કર્તાએ નિરમ્યું દિસે ! [૩] ત્યાં ધૂલ દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે; ટોળે વળી મુખ વિકાસી ઉભાં રહીને, તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં ! [૪] ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુવે છે; ને તેને એ પ્રિય પતિ હજુ શાન્ત બેસી રહીને, જોતાં ગાતો સગડી પરને દેવતા ફેરવે છે ! [૫]. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44