Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] શ્રી અબ્દકપ [ ૨૦૧] ચંદ્રાવતીપુરી૧૪ તેઓની રાજધાની હતી. (૩૫) (ચાલુ) શત્રુઓને નાશ કરી નાંખ્યો એનું નામ “પરમાર' રાખ્યું. સંસ્કૃતમાં “પર” શત્રુને અને માર મારનારને માટે કહેવાય છે. (૨) પરમાર વંશના લેખમાં પણ આની ઉત્પત્તિ આ જ પ્રકારે હવાની લખેલી છે. વિ. સ. ૧૩૪૪ના પાટનારાયણને મંદિરથી મળેલા એક લેખમાં પણ જણાવ્યું છે કે – “આબુ પર્વત ઉપર વસિષ્ઠ પિતાના મંત્રબળ દ્વારા અશ્ચિકુંડથી એક વીરને ઉત્પન્ન કર્યો. જ્યારે તે શત્રુઓને મારીને વશિષ્ઠની ગાયને લઈ આવ્યો ત્યારે મુનિએ પ્રસન્ન થઈને તેની જાતિનું નામ “પરમાર અને તેનું નામ “ધમરાજ રાખ્યું.” (૩) આબુ પરના અચલેશ્વર મંદિરમાંના એક લેખમાં પણ જણાવ્યું છે કે:-“યજ્ઞ કરતા વસિષ્ઠના અગ્નિકુંડથી એક પુરુષ ઉત્પન્ન થયો. તેને ‘પર' અર્થાત શત્રુઓને “માર અર્થાત મારવામાં સમર્થ દેખીને ઋષિએ તેનું નામ “પરમાર રાખ્યું. (૪) ઉપરોક્ત વિશિષ્ટ અને વિશ્વામિત્રની લડાઇનું વર્ણન વાલ્મિકી રામાયણમાં પણ છે, પણ તેમાં નદિની ગાયથી પુરુષો ઉત્પન્ન થયાનું જણાવ્યું છે. (૫) વિ. સં. ૧૦૭માં ધનપાલ કવિએ રચેલી તિલકમંજરીમાં પણ અગ્નિ કુંડથી જ પરમારની ઉત્પત્તિનું વર્ણન છે. (૬) “ઇતિહાસ-તિમિર-નાશક ભા. ૧ નામના ગ્રંથના કર્તા રાજા શિવપ્રસાદ જણાવે છે કે –“જ્યારે ધાર્મિક વિધર્મીઓને અત્યાચાર બહુ વધી ગયો ત્યારે બ્રાહ્મણે એ અબુદગિરિ પર યજ્ઞ કર્યો અને મંત્રબલથી અગ્નિકુંડમાંથી ક્ષત્રિના ચાર નવા વંશ ઉત્પન્ન કર્યાઃ પરમાર, સોલંકી, ચૌહાણ અને પડિહાર.” () “આઈને–અકબરી'ના કર્તા અબુલ ફજલે લખ્યું છે કે –“નાસ્તિકને ઉપદ્રવ વધી ગયો ત્યારે આબુ પહાડ પર બ્રાહ્મણોએ પોતાના અગ્નિકુંડથી પરમાર, સોલંકી, ચૈહાણ અને પડિહાર નામના ચાર વંશ ઉત્પન્ન કર્યા.” ૧૪-ચંદ્રવતી આબુરેડ (ખરાડી)થી દક્ષિણ દિશામાં ૪ માઈલ પર આવેલું છે. અત્યારે ત્યાં રબારી, રજપૂત, ખેડૂત વગેરેનાં ૪૦-૫૦ ખરડાં ઊભાં છે. પ્રાકૃત ગ્રંથોમાં; આ નગરીનું નામ ચડાવલી, તથા ચાઉલી, તીર્થમાળામાં ચડાઉલી તથા ચંદ્રાવઈ અને સંસ્કૃત ગ્રંથમાં ચંદ્રાવતી વગેરે નામો ઉલ્લેખ જોવાય છે. આ ચંદ્રાવતી વગેરે અષ્ટાદશશતમંડલ'માં ગણુતાં. ગામની આસપાસ પડેલા ભગ્નાવશેષોના ઢગલે ઢગલા તે નગરીની પ્રાચીનતા અને આબુના પરમારોની રાજધાની હેવાથી તેની સમૃદ્ધિની શાખ પૂરે છે. ગુજરાતના મહારાજાના મહામંત્રી વિમલશાહ, વસ્તુપાલ અને તેજપાલના વખતમાં આ નગરીની જાહેરજલાલી પૂરજોશમાં હતી. વિ. સં. ૧૪૯૯ લગભગમાં રચાયેલી તીર્થમાળાના કર્તા [ આ નોંધ આગલા ૨૦૨મા આખા પાનામાં પૂરી થાય છે. ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44