Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૦૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ • અહીં શ્રીમાતા, ૧૧અચલેશ્વર, ૧૨વસિષ્ઠાશ્રમ અને મંદાકિની વગેરે લૌકિક તર્યો પણ છે. (૩૪) આ મોટા પર્વતના અગ્રેસરે ૧પરમાર રાજાઓ હતા, અને લક્ષ્મીના ભંડાર સમાન ૧૧-અચલગઢની તલેટીમાં અચલેશ્વર મહાદેવનું મોટું પણ પ્રાચીન મંદિર છે. આમાં શિવલિંગ નથી પણ મૂળ ગભાળામાં વચ્ચે શિવજીને પગને અંગૂઠે છે, જેની પૂજા કરવામાં આવે છે. હિંદુ લકે અચલેશ્વર મહાદેવને આબુના અધિષ્ઠાયક દેવ તરીકે માને છે અને ચૈહાણ રાજાઓના પણ અચલેશ્વર મહાદેવ કુળદેવ મનાતા. જો કે હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે આ મંદિર બહુ પ્રાચીન છે, પણ ઘણીવાર તેનો જીર્ણોદ્ધાર થયાનું જણાય છે. ચંદ્રાવતીના ચૈહાણ મહારાવ લુંભાએ વિ. સં. ૧૩૭૭ માં અથવા તેની આસપાસમાં આ અચલેશ્વર મહાદેવના મંદિરના મંડપનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ પરનું હેઠુંજી ગામ અચલેશ્વરના મંદિરને અર્પણ કર્યું હતું. મહામાત્ય વસ્તુપાલતેજપાલ સંબંધી વિ. સં. ૧૨૫ પહેલા એક શિલાલેખ આ મંદિરમાં લાગેલો હોવાથી આ મંદિરમાં તેમણે કોઈ ભાગને જીર્ણોદ્ધાર કરાવ્યો હોય એમ માનવાને કારણે મળે છે. મેવાડના મહારાવલ સમરસિંહના વિ. સં. ૧૩૪૩ ને એક લેખમાં આ મંદિર ઉપર સેનાને ધ્વજાદંડ ચડાવ્યાને ઉલ્લેખ છે. વિ. સં. ૧૮૬૮ ના એક લેખમાં રાણું લાખા, ઠાકર માંડણ તથા કુંવર ભાદાએ એક લેઢાનું ત્રિશુલ ઘાણેરાવમાં બનાવીને અચલેશ્વર મહાદેવને અર્પણ કર્યાની હકીક્ત છે. આટલું મોટું વિલ અન્યત્ર ભાગ્યે જ જોવામાં આવે છે. આ અચલેશ્વરનું મંદિર મૂળ જૈન મંદિર હોવાનું અનુમાન દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, ગુજરાત' માસિકના પુસ્તક બારમાના બીજા અંકમાં પ્રગટ થયેલ “આબુ-અબુદગિરિ નામના લેખથી જણાવે છે. ૧૨-દેલવાડાથી ૫ અને આબુ કંપથી ૪ માઈલ દૂર વશિષ્ઠાશ્રમ છે. વચ્ચે હનુમાન મંદિરથી નીચે સાતમાં પગથિયાં ઊતરી ગૌમુખ-ગૌમુખી ગંગા આવે છે. એથી ડુંક નીચે ઊતરતાં શ્રી. વશિષ્ઠાશ્રમ આવે છે. અહીં વશિષ્ઠ ઋષિના મંદિરમાં વચ્ચે વશિષ્ઠજીની મૂર્તિ છે, તેની એક તરફ રામચંદ્રજીની અને બીજી તરફ લક્ષ્મણજીની મૂર્તિ છે. તેમજ વશિષ્ઠજીની પત્ની અરુંધતીની અને કપિલ મુનિની પણ મૂર્તિ છે. આ મંદિરની સામે પિત્તલની એક ઊભી મૂર્તિ છે, તેને કેાઈ ઈદ્રની અને કેઈ આબુના રાજા પરમાર ધારાવર્ષની હોવાનું બતાવે છે. આ મંદિરમાં વિશિષ્ટ પ્રસિદ્ધ અગ્નિકુંડ છે. આ મંદિર, ચંદ્રાવતીના ચૌહણ મહારાવ લુંભાજીના પુત્ર મહારાવ તેજસિંહના પુત્ર મહારાવ કાન્હડદેવના સમયમાં (વિ. સં. ૧૩૯૪ની આસપાસમાં) બન્યું છે. આ મંદિરને મહારાવ કાન્હડદેવે વીરવાડા નામનું ગામ ભેટ કર્યું હતું. મહારાવ કાન્હડદેવના પિતા તેજસિહ ઝાબડું, જ્યાહૂલી અને તેજલપુર (તેલપુર) આ ત્રણ ગામે અર્પણ કર્યા હતાં અને મહારાવ કાન્હડદેવના પુત્ર મહારાવ સામંતસિંહે પણ લુંટુંબી, છાપુલી (સાપલ) અને કિરણથલા--આ ત્રણ ગામે ભેટ કર્યા હતાં. ૧૩–પરમાર વંશની ઉત્પત્તિ માટે આ પ્રમાણે અનેક પ્રકારની કથાઓ પ્રચલિત છે. - (૧) પદ્મગુપ્તના નવસાહસકચરિતના અગિયારમા સર્ગમાં તેની ઉત્પત્તિનું વર્ણન આ પ્રકારે છે–“વિશ્વામિત્રે જે સમયે આબુ પહાડ પર વશિષ્ઠના આશ્રમથી ગાય ચેરાવી લીધી તે સમયે કુદ્ધ થયેલા વશિષ્ઠ પિતાના મંત્રબળથી એક પુરુષ ઉત્પન્ન કર્યો. તેણે વશિષ્ઠના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44