Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૦૨]. શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ ૬ [ ૨૦૧મા પૃષ્ઠમાંની ૧૪માં નબરની નેંધનો બાકીને ભાગ ] કવિ મેઘ તેની સમૃદ્ધિનું વર્ણન કરતાં કહે છે કે – નગર ચડાઉલિના ગુણ ઘણું, ભવણ અઢારઈ સઈ જિન તણું; ચઉરાસી ચહુટે હિવ ફિરઉં, ડામિ ઠામિ દીસઈ ભૃહરીઉં. મૂલનાયક શ્રીનાભિમલ્હારિ, જિણ દીઠઈ મનિ હર્ષ અપાર; કરઈ જ શ્રાવક મનિ હસી, નગર ચડાઉવિ લંકા જિસી. મેહરચિત-તીર્થમાળા-કડી ૨૬-૨૭ વિ. સ. ૧૫૦૦ ની આસપાસના સમય સુધી ચંદ્રાવતી નગરીની જાહોજલાલી સારી હતી, અને શીલવિજયજી રચિત તીર્થમાળાથી જણાય છે કે-વિ. સં. ૧૭૪૬ પહેલાં તેનું ભંગાણ શરૂ થઈ ગયું હશે. સેમધર્મ ગણિની હકીકત પ્રમાણે-૪૪૪ આહંત પ્રાસાદે અને ૯૯૯ શૈવ મંદિરવાળી ચંદ્રાવતીમાં આવીને ભીમરાજાએ મોકલેલે વિમલશાહ કોટવાલ (મંત્રી) રાજ્ય કરતા હતું. તેના અધિકારી પુરુષ ૮૪ હતા. અને ૧૨ પાદશાહને છતીને તેમનાં છ લઈ લીધાં હતાં. [[ જિનહર્ષની હકીકત પ્રમાણે--વિમલશાહે સિંધુરાજાના દારૂણુ યુદ્ધમાં તે રાજાને મોટી સહાય આપી હતી. પરમાર રાજા પણ તેના પરાભવની શંકાથી ગિરિદુર્ગમાં જઈને રહ્યા હતા. તેણે માલવાના રાજાની સાથેના સંગ્રામમાં ભીમરાજાના સેનાપતિપદને પામી વિજય મેળવ્યો હતો. ત્રણ દિવસમાં સ્થટ્ટ નામના રાજાને હરાવી બાંધી લીધો હતો. નવૂલ નગરના રાજાએ તેને સુવર્ણનું સિંહાસન આપ્યું હતું; ને ગીની(દીલ્હી)પતિએ તેને છત્ર આપ્યું હતું.” આ હકીક્ત પ્રમાણે બાર પાદશાહને જીત્યાની વિગત સાચી ઠરે છે. ] મહામાત્ય તેજપાલની ધર્મપત્ની અનુપમાદેવી ચંદ્રાવતીને રહેવાસી પિરવાડ શ્રાવક ગાગાના પુત્ર ધરણિગની પુત્રી હતી. કર્નલ ટૌડ સાહેબ જણાવે છે કે:-સં. ૧૮૮૧ માં સર ચાર્લ્સ કેવિલ સાહેબ મિત્રો સહિત અહીં આવ્યા ત્યારે આરસપહાણનાં ૨૦ મંદિર બચેલાં હતાં; એની સુંદરતાની પ્રસંશા તેમણે કરી હતી, આમ સમૃદ્ધિશાલિની ચંદ્રાવતી જેમ પરમારાની રાજધાની હતી તેમ, સીરેહી નહોતું વસ્યું ત્યાં સુધી, દેવડા (ચૈહાણ) રાજાઓની પણ રાજધાની બની હતી. ત્યાર પછીથી જ તેની પડતી થવા માંડી. જો કે તે પહેલાં તેના ઉપર ઘણુય આક્રમણે અવારનવાર થયાં હતાં. મુંજ અને ભેજના રાજકવિ ધનપાલે સં. ૧૦૨૮ માં રચેલી “પાઈઅલછિનામમાળા, સં. ૧૦૭૦ માં રચેલી “તિલક-મંજરી” ક્યા અને સં. ૧૦૯૧ પછીના સમયના સત્યપુરમંડન મહાવીરેત્સાહ નામના ટૂંકા કાવ્યમાં ચંદ્રાવતીના વંસનું વર્ણન કર્યું છે. “તુરકે એ શ્રીમાલ દેશ, અણહિલવાડ, ચંદ્રાવલિ (ચંદ્રાવતી), સોરઠ, દેલવાડા અને સામેશ્વર એ બધાં સ્થાનોનો નાશ કર્યો. એક માત્ર સારના મહાવીર મંદિરને તેઓ ભાંગી ન શક્યા.” આ ચઢાઈ સં. ૧૦૮૦-૮૧માં મહમુદ ગઝનીએ કરી હતી, તે પહેલાં ચંદ્રાવતી સમૃદ્ધ હશે જ. ચંદ્રાવતીની આસપાસનાં અત્યારનાં નાનાં મોટાં ગામો ચંદ્રાવતીમાં સમાઈ જતાં હતાં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44