Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૦૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ = ધરમાં પ્રવેશ કર્યો અને પેાતાના મિત્રની મારફત પાણીની માગણી કરી. વેશ્યાની દાસી ઉમળકાભેર પાણીના બદલે શેલડીતે રસ લાવવા ગઇ. પણ તેને પાછા ફરતાં વાર થઇ અને જ્યારે તે રસને લાટા ભરીને પાછી ફરી ત્યારે તેનું મુખ ઉદાસ થઇ ગયું હતું. રાજાના મિત્રે આ ઉદાસીનતાનુ કારણ પૂછ્યું. એટલે દાસી ખેાલી : “પહેલાં તેા શેલડીને જરાક ધા કરીએ કે એક જ સાંઠામાંથી ક્ષણભરમાં રસતા ઘડે। ભરાઈ જતા હતા. હવે અહીંના રાજાનુ હૈયું તૈયવિરાધી થયું લાગે છે કે આજે માંડમાંડ એક વાટકા જેટલા જ રસ નીકળ્યા. આ વિચારથી મારું મન ઉદાસ થઈ ગયું છે. ’’ દાસીનાં આ વચને રાન્તના કાને અથડાયાં. તે પેાતાનું અંતર શોધાવા લાગ્યા. તેને જાણે દાસીનાં વેણુ સાચાં હોય એમ લાગ્યું. તેણે જેયું કે આજે શિવમંદિરમાં એક વ્યાપારીએ માટું નાટક કરાવ્યું તે વખતે તેને લૂટી લેવાની પ્રવિરોધી ભાવના મારા હૃદયમાં ઉત્પન્ન થઇ હતી. સાચે જ મારા જ પાપે આ શેલડી સૂકાઈ ગઇ.” આ પછી રાજા પેાતાને મહેલે જઇ સુઈ ગયા. ફરી વખત પોતાના હૈયામાં પ્રજાવાસસ્થ્યની ભાવના ભાવતા એ રાજા એ જ વેશ્યાના ધરે ગયે। ત્યારે દાસી ખેાલી : ‘આજે જરૂર આ દેશને રાજા પ્રજાવાત્સલ્યવાળા થયેા લાગે છે, આજે શૅલડીમાંથી ખૂબ રસ નીકળ્યે છે.' આ સાંભળી રાજા સન્તુષ્ટ થયેા.*
‘ ઈક્ષુરસપ્રબંધ' અને ‘ ગ્રામ્યમાતા 'ના આત્મા અને કલેવરમાં કેટલું બધું સામ્ય પહેલી તકે જોનારને પણ એમ જ માનવાનું મન થઇ જાય ૩-જાણે એક જ આત્માએ જુદા કલેવરરૂપે ફરી અવતાર ધારણ કર્યા હાય ! અને સૌથી વધુ ખૂખીની હકીકત તા એ છે કે રાજકવિ કલાપીએ પેાતાની આ કૃતિનું પહેલું નામ ‘શેલડી’ રાખ્યું હતું: ગ્રામ્યમાતા ’તા. એમણે પાછળથી બદલેલું નામ છે, આમ નામ, કલેવર અને આત્મા ત્રણેનું એકસરખાપણું જોયા પછી સહજ રીતે પહેલાના આધારે ખીજાની ઘટના થવાનુ માનવા મન નથી લલચાઇ જતું ?
*
આમ છતાં એ લાલચ રાકવી પડે છે. રાજકવિ કલાપીએ ‘ક્ષુરસપ્રબંધ' જોયા પછી ‘શેલડી-ગ્રામ્યમાતા'ની રચના કરી હતી એવુ માનવાને પુરાવા ન મળે ત્યાંસુધી ‘ગ્રામ્યમાતા’ને ‘ઈન્નુરસપ્રબંધ'ના અવતાર રૂપે સ્વીકારવું એ દુઃસાહસ જ ગણાય !
* ઈશ્વરસપ્રબંધ' મૂળ સંસ્કૃતમાં આ પ્રમાણે છે
अथान्यदा मित्रमात्रसहायो नृपतिर्निशि परिभ्रमन् पिपासाकुलतया पणरमणीगृहं गत्वा मित्रमुखेन जलं याचितवान् । ततोऽतुच्छवात्सल्याच्छम्भल्या दास्या कालविलम्बेनेक्षुरसपूर्णः करकः सखेदमुपानीयत । मित्रेण खेदकारणे पृष्ठे- ' एकस्यामिक्षुलतायां शूलेन भिद्यमानायां पुरा रससम्पूर्णः सवाहटिको घट आसित्; साम्प्रतं तु प्रजासु विरुद्धमानसे नृपे चिरकालेन केवला वाहटिकैव भृतेति खेदकारणम् । नृपस्तत्खेदकारणमाकर्ण्य केनापि वणिजा शिवायतने महति नाटके कार्यमाणे तल्लुण्ठनचित्तमात्मानं विमृश्य तदूवचस्तथ्य मेवेति मेने । ततो व्यावृत्य स्वस्थानमासाद्य निद्रां सिषेवे । अपरेद्युः प्रजासु सञ्जातकृपो नृपः पण्याङ्गनागृहं गतः । तदा च तयाऽद्य प्रजासु वत्सलो नृपतिः प्रचुरेक्षुरससङ्केतादिति व्याहरन्त्या राजा तोषितः ।
For Private And Personal Use Only