Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૯૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ તેને ભેદક કોઈ અન્ય માનવું પડશે. તે નિયતિ છે કે બીજું કાંઈ? નિયતિ માનવાથી અનવસ્થાદેવ પ્રાપ્ત થશે, બીજું કાંઈ માનવાથી નિયતિવાદનો ઉચ્છેદ થશે. કેટલાક યદચ્છાવાદીઓ કહે છે કે ઘટાદિને જેમ સ્વકૃત કર્મ વિપાક વિના પણ ઘી, તેલ, સુરાદિ વિચિત્ર ઉપભોગ થાય છે તેમ પ્રાણીઓનો પણ સ્વત કર્મ વિપાક વિના યદચ્છાથી સુખદુઃખોપભોગ ઘટી જશે. તેઓનું આ કહેવું પણ મિથ્યા છે. ઘટાદિની વિચિત્ર ઉપભોગ્યતા, તેના ઉપભોક્તા દેવદત્તાદિના કર્મપરિપાકની સામર્થથી છે. સમાન માટી અને સમાન કુંભકારથી બનેલા સમાન સ્થાન સ્થિતિવાળા ઘટમાં પણ તૈલાદિ વિચિત્ર ઉપભોગ તથા વિભિન્ન વિનાશહેતુઓને ઉપનિપાત થાય છે, તેનું કાંઈ કારણ હોવું જોઈએ, અને તે કારણ તે ઉપક્તાનું કર્મ છે. અન્યથા સર્વને સરખો ઉપભેગ તથા યુગપત વિનાશ થવો જોઈએ. તે કેટલાક કાલવાદીઓ કહે છે કે વિચિત્ર પ્રકારના સુખદુઃખનુભવનું કારણ વ્યા વસ્થારૂપ યા સમયાવલિકાદિરૂપ કાળ છે. તેઓનું સ્થને પણ સત્ય નથી. વિચિત્ર પ્રકારના સુખદુખાનુભવનું કારણ એકાન્ત કાળ નથી. કારણકે તુલ્ય કાલવાલાને પણ સુખદુઃખનુભવનું વૈચિત્ર્ય દેખાય છે. સુખદુ:ખનુભવ ચિત્રનું પ્રધાન કારણ કર્મ છે, કલાદિ તેનાં સહકારી કારણે છે. જેમ અંકુરનું પ્રધાન કારણ બીજ છે, પૃથ્વી જેલ હવા પ્રકાશાદિ તેનાં સહકારી કારણ છે, તેમ સુખદુઃખાનુભવ વચિપનું પ્રધાન કારણ શાતા અશાતા વેદનીય કર્મ છે એમ શ્રી. જિનવરન્દો ફરમાવે છે. અમૂર્ત સુખદુખાનુભવનું પ્રધાન કારણ મૂર્ત કર્મ કેવી રીતે ઘટી શકે ? એવી શંકા નહિ કરવી. કારણ કે સુખદુ:ખનુભવ કરનાર સંસારી આત્મા કથંચિત મૂત છે અથવા અમૂર્ત આત્મા સાથે ક્ષીરનીર ન્યાયે મળી ગયેલું કર્મ કર્થચિત અમૂર્ત છે. મૂર્ત મૂર્તને કે અમૂર્ત અમૂર્તને પ્રધાન (પરિણામી) કાર્યકારણું ભાવ ઘટી જવામાં કોઈ જાતિની હરક્ત નથી. કર્મ રૂપે પરિણામ પામેલ કામણવર્ગણુના સમૂહરૂપ પુદ્ગલોને પરિણામિક ભાવની સાથે ઔદયિક ભાવ પણ પ્રશમરતિકાર અને તવાઈકોરે માને છે તે વાત કર્મ પુદ્દગલને પણ કર્થચિત અમૂર્ત સિદ્ધ કરે છે. સુખાભિલાષી જીવ દુઃખફળવાળું કર્મ કેમ કરે છે એવી શંકા પણ નહિ કરવી. રોગી જેમ જાણવા છતાં પણ અપક્રિયા કરે છે તેમ મિથ્યાત્વાદિથી અભિભૂત જીવ પણ દુઃખફલક કર્મ કરે છે. જીવ સુખને તીવ્ર અભિલાષી હોવા છતાં જ્યાં સુધી સુખના ઉપાયોનું તેને અજ્ઞાન છે ત્યાં સુધી તે સુખને પ્રતિકુલ ફલવાળું કર્મ ઉપાર્જન થાય, તેવી પ્રવૃત્તિ કર્યા જ કરે છે. વ્યાધિની વૃત્તિને ઈચ્છતે પણ રોગી વિચિત્ર પ્રકારના મેહથી વ્યાધિનિવૃત્તિને પ્રતિકૂલ ક્રિયા કરે જ છે. તેમ ક્રોધ લેભાદિ વિકારેને વશવતી છવ ક્રોધ લેભાદિ દોષોના દુષ્ટ વિપાકે જાણવા છતાં ક્રોધ લેભાદિ દેનું સેવન કરે જ છે. - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગોને પરવશ જીવ સુખની ઇચ્છાએ પણ દુઃખફલક કર્મો કરે છે. મિથ્યાત્વાદિને હેતુ પૂર્વકૃત કર્મ છે અને મિથ્યાત્વાદિથી ફેર નવીન કર્મ બંધાય છે. એમ બીજાંકુરવત્ અનાદિ કર્મ પરમ્પરા ચાલ્યા કરે છે. સર્વ કર્મ, કર્મવ્યક્તિની અપેક્ષાએ આદિમાન છે, અને કર્મ સંતતિની અપેક્ષાએ અનાદિમાન છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44