Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫] આત્માનું સ્વરૂપ
[૧૧] એકાન્ત અનિત્ય પક્ષમાં દૂષણે
આત્માને એકાન્ત અનિત્ય માનનારના પક્ષમાં પણ સુખદુઃખને ભેગ, વિચિત્ર પ્રકારનું સંવેદન અને બન્ધ મેક્ષાદિ કાંઈ પણ ઘટી શકતું નથી. ક્ષણિક આત્મા ક્ષણ માત્ર રહે છે તે સુખદુઃખ ઉભયને અનુભવ કેવી રીતે કરી શકે? સુખ ભેગવનાર આત્મા જુદે, દુ:ખ ભોગવનાર આત્મા જુદે એમ માનવું પડશે.
લેકમાં જે સુખ ભોગવે છે તે જ દુઃખ ભોગવનારે છે. પૂર્વ ભવે જેણે કર્મ બાંધ્યું છે તે જ આત્મા આ ભવમાં કર્મને ભોગવે છે, જે આત્મા શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં દુઃખોને ભોગવે છે તે જ આત્મા મોક્ષ માટે પ્રયત્ન કરી મોક્ષ મેળવે છે, એ વગેરે પ્રમાણસિદ્ધ પ્રસિદ્ધ વ્યવહાર છે, તે ક્ષણિક એકાન્ત પક્ષમાં કેવી રીતે ઘટી શકે? ક્ષણિક એકાન્ત પક્ષમાં કર્મ કરનાર અન્ય, ફળ ભોગવવનાર અન્ય મોક્ષ માટે પ્રયાસ કરનાર અન્ય અને મોક્ષ મેળવનાર અન્ય કરે છે. જો એમ ન માને અને અન્વયમાને તે ક્ષણિકતાને સિદ્ધાન્ત ટકતું નથી. કારણ કે અન્વયે નિત્યતાની સિદ્ધિ કરે છે.
આ તે જ છે ” એવું પ્રત્યભિજ્ઞાન થવા માટે વસ્તુ અને તેને દષ્ટા ઉભય આવશ્યક છે. ક્ષણિક એકાન્ત પક્ષમાં એ જાતિનું પ્રત્યભિજ્ઞાન કે સ્મરણ વગેરે પણ ઘટતું નથી. આત્માનું કર્તુત્વ
આત્માનું ભર્તૃત્વ માનવું અને કતૃત્વ ન માનવું, એથી કૃતનાશ અને અતાગમ રૂપી દેષ ઉપસ્થિત થવા ઉપરાન્ત કવિધ આદિ બીજા પણ અસંખ્ય દેજે ઉત્પન્ન થાય છે. આ માણસ પિતાનું કરેલું કર્મ ભગવે છે એ પ્રસિદ્ધ લોક વ્યવહાર, આત્માને અક્ત માનનારના મતમાં ટકતું નથી.
ભાવ એ જ સુખદુ:ખને આપનાર છે; કર્મ નથી, એમ ન કહેવું. સ્વભાવ ભાવરૂપ છે કે અભાવરૂપ છે અભાવરૂપ હોય તે અભાવ તુચ્છ સ્વરૂપ છે તેથી કાંઈ કરી શકે નહિ. ભાવરૂપ છે તે નાનારૂપ છે કે એકરૂપ ? એકરૂપ છે તે નિત્ય છે કે અનિત્ય નિત્ય કોઈનું કારણ હોઈ શકે નહિ. અનિત્ય એક હોઈ શકે નહિ.
અનેક ભાવરૂપ સ્વભાવ મૂર્ત છે કે અમૂર્ત મૂર્ત હોય તે કર્મ જ છે. અમૂર્ત આકાશની જેમ સુખદુઃખનું કારણ બને નહિ. જીવને અનુગ્રહ ઉપધાત મૂર્ત પુદ્દલથી જ થાય છે.
જીવ અમૂર્ત હોવા છતાં સુખદુઃખનું કારણ બને છે કે ન એવી શંકા નહિ કરવી. સંસારી જીવ એકાને અમૂર્ત નથી. જીવ અનાદિકર્મ સન્તતિપરિણામાપનું સ્વરૂપ હોવાથી કથંચિત મૂર્ત છે. મુક્ત છે કેવળ અમૂર્ત છે તો તે સુખદુઃખ બન્નેનું કારણ બનતા નથીઃ કેવળ સુખ પ્રત્યે જ કારણ બને છે. વળી સુખદુઃખનું કારણ સ્વભાવ છે તે તે કાર્યગત ભાવ છે કે કારણુગત ? કાર્યગત ભાવ કારણ હોઈ શકે નહિ. કારણગત ભાવને કારણે માનવાથી કર્મ જ આવશે.
કેટલાકે સુખદુ:ખના કારણ તરીકે કર્મને નહિ પણ નિયતિને માને છે તે પણ બટું છે. નિયતિને એકરૂપ માનવાથી સકલ કાર્યોની એકરૂપતા થશે, વિચિત્રરૂપ માનવાથી
For Private And Personal Use Only